આજે અનેક લોકોમાં યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે. મેદસ્વીતા, કેન્સર અને ડાયાબિટીસની બીમારીની જેમ છેલ્લા કેટલાક સમયથી દર 10 વ્યક્તિએ પ્રતિ એક વ્યક્તિ યુરિક એસિડની સમસ્યા જોવા મળશે. આજે ખરાબ ખાનપાન અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં આરોગ્ય સમસ્યા વધી છે. પહેલાના સમયમાં 50 વર્ષ બાદ સાંધાની સમસ્યા જોવા મળતી હતી. પરંતુ આજે બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન વધતા યુવાન લોકોમાં પણ યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે.


યુરિક એસિડના લક્ષણો

આપણા શરીરમાં નિશ્ચિત માત્રા કરતા પ્યુરિનનું પ્રમાણ વધતા યુરિક એસિડનું સ્તર વધે છે. અનેક વખત દર્દીઓને તેમના શરીરમાં થતા દુઃખાવો શાના કારણે થઈ રહ્યો છે તેનો ખ્યાલ આવતો નથી. જો તમને સાંધાનો દુઃખાવો રહેતો હોય તેમજ કારણ વગર સોજા રહેતા અને ઉઠવા બેસવામાં તકલીફ થતી હોય તો જરૂરથી તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધ્યું છે. એટલે જયારે તમને શરીરમાં આ બદલાવ દેખાય ત્યારે આગામી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસર નિવારવા જરૂરથી ડોક્ટરની મુલાકાત લો. ડોક્ટરની દવાની સાથે તમે યુરિકનું સ્તર ઘટાડવા આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છે. યુરિક એસિડ ઘટાડવાનો અસરકારક ઉપચાર તમારા ઘરના રસોડામાંથી જ તમને મળશે.

ડુંગળીનું સેવન લાભકારક

અત્યારે ગરમીની સિઝનમાં ડુંગળીનું સેવન વધુ લાભકારક માનવામાં આવે છે. ગરમીમાં લૂ લાગવાની સમસ્યામાં સૌથી અસરકારક ઉપચાર ડુંગળી છે. તેમ યુરિક એસિડ ઘટાડવામાં ગૃહિણીના ઘરના રસોડામાં રહેતી ડુંગળી વધુ મદદરૂપ બની શકે છે. સંધિવાના દુખાવામાં ડુંગળીનું સેવન વધુ રાહત આપે ચે. ડુંગળીમાં રહેલ ક્વેર્સેટિન નામના ફ્લેવોનોઇડ બળતરાને ઉત્તેજિત કરતા અટકાવે છે તેમજ પ્યુરિનના પાચનને ઝડપી બનાવવામાં મદદ કરે છે. અને એટલે જ શરીરમાં વધતા પ્યુરીનની માત્રાને નિયંત્રણ લાવવામાં ડુંગળીનું સેવન વધુ ફાયદાકારક રહેશે.

યુરિક એસિડ ઘટાડવા ઘરેલુ ઉપાય

યુરિક એસિડના સ્તરમાં અનેક રીતે ડુંગળીનું સેવન કરી શકો છો. યુરિક એસિડ સમસ્યાથી પીડિત લોકોએ ડુંગળીને રાંધીને ખાવાના બદલે કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ. તમે તેને સલાડ તરીકે પણ ખાઈ શકો છો અને જો સલાડ તરીકે ખાવામાં વધુ સમય આપવો પડતો હોય તો તમે ડુંગળીનો રસ કાઢી તેનું સેવન કરી શકો છો. ડુંગળીના રસનું સેવન શરીરમાં પ્યુરિનના પાચનમાં મદદરૂપ થાય છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધતા ડોક્ટરની દવાની સાથે ઘરેલુ ઉપાય તરીકે ડુંગળી પણ ખાઈ શકો છો.

અનિયમિત જીવનશૈલી અને ખાનપાનથી વધી સમસ્યા

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને હોટલ તેમજ રેસ્ટોરન્ટ અને મેંદાની વસ્તુઓનો નિયમિત ખાનપાનમાં ઉપયોગ થવાના કારણે યૂરિક એસિડ વધવાની સમસ્યા ઉદભવે છે. શરીરમાં યુરિક એસિડનું સ્તર વધતા સાંધાના દુઃખાવા જેવી સમસ્યા ઉપરાંત કિડનીમાં પથરી તેમજ હૃદયરોગ જેવી ગંભીર સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. યુરિક એસિડની સમસ્યાના કારણે તમારી દિનચર્યામાં વિક્ષેપ આવે છે અને તમે ધાર્યા મુજબ તમારા કામ પાર પાડી શકતા નથી. અને એટલે જ જ્યાં સુધી ડોક્ટરની મુલાકાત ના કરો ત્યાં સુધી શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવા આ ઘરેલું ઉપાય જરૂર અજમાવો.

ડુંગળીનું સેવન યુરિક એસિડથી પીડિત લોકો ઉપરાંત સંધિવા અને ઓસ્ટીયોપોરોસિસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ફક્ત રાંધેલી ડુંગળી ન ખાઓ. તેને કાચું કે બાફેલું ખાવાનો પ્રયાસ કરો. આનાથી શરીરને ઘણા ફાયદા થશે.

  • Follow us on: