બધા લોકો હોળીનો તહેવાર આનંદથી ઉજવે છે. પરંતુ જો તમે હોળી પર રંગોથી રમવાનું વિચારી રહ્યા છો તો પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. કારણ કે આજકાલ બજારમાં રંગોમાં ઘણા બધા રસાયણો હોય છે. જેનાથી તમારા વાળ ડેમેજ થઇ શકે છે. જો તમે તમારા વાળને આ રસાયણોથી બચાવવા માંગતા હોવ તો ભૂલથી પણ આ ભૂલ ન કરો.

વાળ બાંધી લો
હોળી પર ક્યારેય તમારા વાળ ખુલ્લા ન રાખો. બાંધીને રાખો. વાળ બાંધેલા હશે તો, રંગ તમારા વાળમાં ઊંડે સુધી નહી પહોંચે. જેના કારણે તમારા વાળ પર રંગની અસર ઓછી થશે. વાળ ગૂંચવવાથી બચી જશે.

માથે સ્કાફ બાંધો
જેમને પહેલાથી જ વાળની ​​સમસ્યા છે, તેમણે હોળી રમતા પહેલા ટોપી, સ્કાર્ફ અથવા અન્ય કોઈ દુપટ્ટાથી પોતાના વાળને યોગ્ય રીતે ઢાંકી લેવા જોઈએ. લોકો દિવસ દરમિયાન હોળી રમે છે, તેથી સૂર્યપ્રકાશ વધુ હોય છે. તેથી તે તમને સૂર્યથી પણ બચાવશે. તે રંગોથી થતા નુકસાનથી પણ તેનું રક્ષણ કરશે.

તેલ નાંખવું
હોળી રમતા પહેલા આપણે બધાએ આપણા વાળમાં તેલ લગાવવું જોઈએ અને તેને યોગ્ય રીતે માલિશ કરવું જોઈએ જેથી રંગની સીધી અસર વાળ પર ન પડે અને રંગ તમારા વાળમાંથી સરળતાથી નીકળી જાય. તમે તમારા વાળમાં નારિયેળ તેલ, ઓલિવ તેલ, બદામ તેલ અથવા એરંડા તેલ અથવા સરસવનું તેલ પણ વાપરી શકો છો.

હોળી રમ્યા પછી શું કરવું?
પહેલા તમે માથામાંથી કલર દૂર કરો. શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો પડશે. વાળ ધોયા પછી, ધ્યાન રાખો કે સ્ટ્રેટનર અને ડ્રાયર જેવા કોઈપણ પ્રકારના હીટિંગ મશીનનો ઉપયોગ ન કરો. કારણ કે રંગોને કારણે વાળ ખૂબ જ શુષ્ક થઈ જાય છે. જો તમે તેનો ઉપયોગ કરશો, તો તમારા વાળ વધુ નબળા થઈ જશે. ખાસ કરીને તમે તમારા બાળકો રાસાયણિક રંગોથી હોળી ન રમે. તેના બદલે તમારે હર્બલ અથવા કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ.

  • Follow us on: