આજકાલના વ્યસ્ત સમયમાં ઘણી મહિલાઓને વાળ ખરવાની સાથે સાથે છેડેથી બે મોઢાવાળા(સ્પ્લિટ એન્ડ્સ) વાળની સમસ્યાથી પીડાતી હોય છે. કારણકે આજકાલના આ પ્રદુષણવાળુ વાતાવરણ, ખાવા-પીવાની આદત અને રહેવાની રહેણીકરણીના કારણે વાળની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બનતી જાય છે. જેમાં બે મોઢાંવાળા વાળની સમસ્યાનો સમાવેશ થાય છે. આ સમસ્યાથી દરેક મહિલાઓ પરેશાન હોય છે. જેના લીધે વાળ રુખાસુખા દેખાવા લાગે છે અને તેની સીધી અસર વાળના ગ્રોથ પર પડે છે.


ફ્રિઝી અને બે મોઢાવાળા વાળોથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા પ્રકારના હેર પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આના પછી પણ કઈ વધારે સારી અસર નથી દેખાતી. હકિકતમાં જો વધારે પડતો ઉપયોગ જો કરવામાં આવે તો એમાં રહેલા કેમિકલ અને રસાયણો વાળને બગાડી શકે છે. જેથી તમે બે મોઢાવાળા(સ્પ્લિટ એન્ડ્સ) વાળને નેચરલ રીતે સારા કરી શકો છો. તો આ ઘરેલું ઉપચારો અપનાવી શકો છો.

ઘરેલું ઉપચાર

લીમડાનુ્ તેલ

લીમડાના તેલમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે માથાના ખોપરીના અંદરના ભાગને મજબૂત અને સ્વસ્થ બનાવવાની સાથે સાથે બે મોઢાવાળા(સ્પ્લિટ એન્ડ્સ) વાળથી પણ રાહત આપે છે. લીમડાના તેલથી વાળની માલિશ કરો તે તમારા માથાના ભાગને ઠંડક આપશે. તેલ લગાવ્યાના 30 મિનિટ પછી વાળને શેમ્પૂથી વાળને ધોઈ લો.

કેળા અને મધ

રુખાસુખા અને બે મોઢાવાળા(સ્પ્લિટ એન્ડ્સ) વાળની સમસ્યાને ઓછી કરવા માટે તમે કેળા અને મધનો હેરમાસ્ક બનાવીને લગાવી શકો છો. હવે એક પાકેલું કેળુ લેવુ અને તેમાં મધ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તેને તમારા વાળ પર 20થી 25 મિનિટ સુધી લગાવી રાખીને પછી વાળને શેમ્પૂથી ધોઈ નાખો.

એલોવેરા જેલ

તાજા એલોવેરા જેલ લઈને વાળના છેડા પર લગાવો તેને 20થી 30 મિનિટ સુધી લગાવ્યા પછી વાળને ધોઈ નાખો. તમે એલોવેરા અને નારિયેળ તેલ, મધ અને નારિયેળ તેલ લગાવી શકો છો અથવા તો દૂધમાં એલોવેરા જેલ પણ મિક્સ કરીને તેનો ઉપયાગ કરી શકો છો.

ચા પત્તી

એક વાસણમાં પાણી લો તેમાં ચા પત્તી ઉમેરી તેને ઉકાળો હવે તે પાણી ગાળી લઈને તેને ઠંડુ કરવા મુકી દો. ચા પત્તીના પાણીમાં એલોવેરા જેલ મિક્ષ કરીને વાળ પર લગાવી શકો છો.

તમે આનો ઉપયાગ હેર સ્પ્રેની જેમ વાળના છેડા પર અને માથાના સ્કેલ્પ પર કરી શકશો.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

ટ્રિમિંગ કરો

વાળમાં મે મોઢાવાળા વાળ થવાનું કારણ વાળનાં છેડામાંથી પોષક તત્વોનું ઓછું થવાના લીધે વાળમાં સ્પ્લિટ એન્ડ્સ થતુ હોય છે. વાળનો છેવાડાનો ભાગ સુકાવા લાગે છે અને વાળ તુટવા લાગે છે. દરેક 2-3 મહિને વાળને ટ્રિમિંગ કરતા રહેવું જોઈએ. જેથી વાળ સારા અને સ્વસ્થ રહેશે.

વાળને મોઇશ્ચરાઇઝ કરો

ડ્રાય-સુકા અને વાંકળિયા વાળમાં છેવાડાના ભાગમાં બે મોઢાવાળા વાળની સમસ્યા વધુ હોય છે. વાળમાં મોઇશ્ચરાઇઝ બનાવી રાખવા માટે એક સારા કંડીશનરનો ઉપયોગ કરવો જોઈએ. જે તમારા વાળને નરમ અને સુંવાળા રાખશે. તમે ઘરે બનાવેલા હેર માસ્ક પણ લગાવી શકો છો. જે વાળને પોષણ આપવામાં મદદ કરશે.

હીટ સ્ટાઈલથી બચો

હીટ સ્ટાઈલિંગ જેમકે ટનર્સ, કર્લિંગ આયર્ન અથવા હેર ડ્રાયરનો વધારે પડતા ઉપયોગથી વાળને નુકસાન અવશ્ય પહોંચે છે. જેનાથી વાળની નમી જતી રહે છે અને તે વાળને રુખાસુકા બનાવી દે છે. એટલે જેટલુ બને તેટલું હીટ સ્ટાઈલિંગ ટૂલ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

તેલ માલિશ કરો.

અઠવાડિયામાં 2-3 વાર હલકા હાથે વાળમાં માલિશ કરવી જોઈએ અને તેલને ઓછામાં ઓછું 1-2 કલાક માટે રહેવા દો. પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. જે વાળને નમી અને પોષણ પ્રદાન કરશે.

યોગ્ય રીતે સુકાવો

વાળને ટુવાલથી ઘસીને કે ખેંચીને ન સુકવો તે હેરફોલ અને ડ્રાયનેસનું કારણ બનશે. એક મુલાયમ ટુવાલ વડે વાળનું પાણી શોષી લો. તેના પછી કુદરતી વાળને સુકાવા દો.

સ્વસ્થ આહાર

તમારા વાળના સ્વાસ્થયનો સીધો જ સંબંધ તમારા આહાર પર હોય છે. જો તમે પોષણથી ભરપૂર આહાર લો છો તો તમારા વાળ મજબૂત અને સ્વસ્થ રહેશે. પ્રોટીન, વિટામિન સી, વિટામિન ઇ અને આયર્નથી ભરપૂર ખોરાક જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, સૂકામેવા વાળ માટે લાભદાયી હોઈ શકે છે.


Disclaimer: સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: