દેનિક જીવનમાં ઘરે કામ કરતી વખતે હાથ કે પગમાં કાપ પડવો અથવા રમતા ઘૂંટણ કે કોણીમાં ઘા પડવા અને તેમાં લોહી નીકળવું સામાન્ય છે. આવી સ્થિતિમાં, ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ રક્તસ્ત્રાવને તાત્કાલિક બંધ કરવામાં ખૂબ અસરકારક સાહિત થઈ શકે છે. ઘરે હંમેશા ડ્રેસિંગ મટિરિયલ ઉપલબ્ધ હોતું નથી અથવા દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવાનું પણ શક્ય પણ નથી હોતું. ઘરે રક્તસ્ત્રાવ બંધ કરવા માટે પગલાં લેવા જરૂરી છે. તો જાણીએ કેટલાક ઘરઘથ્થુ ઉપચારો.


રસોડામાં કામ કરતી વખતે છરીથી કાપ લાગવો, કાચ કે કોઈ તીક્ષ્ણ વસ્તુ પગમાં વીંધાઈ જવી વગેરે જેવી ઘટનાઓ મોટાભાગના ઘરોમાં બનતી રહે છે. તે જ સમયે, બાળકો પણ તોફાની બનવામાં ઓછા નથી અને દરરોજ તેમને ક્યાંક ને ક્યાંક ઈજાઓ પણ થતી રહેતી હોય છે. ઘરે હંમેશા ડ્રેસિંગ મટિરિયલ ઉપલબ્ધ નથી હોતું અથવા તો દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવાનું શક્ય ન પણ હોય. તેવામાં પહેલા ઘરે રક્તસ્ત્રાવ બંધ કરવા માટે પગલાં લેવા જરૂરી છે. ઘરમાં જ ઘણી બધી વસ્તુઓ રાખવામાં આવે છે જે ઘામાંથી લોહી નીકળતું રોકવામાં અસરકારક હોય છે.

જો તમને ઈજા થાય, તો ડૉક્ટરને મળવું મહત્વપૂર્ણ છે, પરંતુ જો ઘા નાનો હોય, તો ઘરેલું ઉપચાર રક્તસ્ત્રાવને તાત્કાલિક બંધ કરવામાં ખૂબ જ ઉપયોગી છે અને તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કેટલીક વસ્તુઓથી રક્તસ્ત્રાવ બંધ કરવામાં ફાયદો થઈ શકે છે.

હળદર એક અદ્ભુત સામગ્રી છે

દરેક ભારતીય ઘરમાં મોટાભાગની વસ્તુઓમાં હળદરનો ઉપયોગ દેનિક જીવન થાય છે. જો કોઈ ઘા થાય તો તેના પર તરત જ હળદર પાવડર લગાવવો જોઈએ. તે રક્તસ્ત્રાવ બંધ કરે છે અને એન્ટિસેપ્ટિક તરીકે પણ કામ કરે છે. જો કોઈ છુપી ઈજા હોય, એટલે કે લોહી નીકળતું ન હોય પણ સોજો અને દુખાવો થતો હોય, તો સરસવના તેલમાં હળદર રાંધીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને પાટો બાંધો. આનાથી થોડા સમયમાં ઘણી રાહત મળી શકે છે.

બરફથી રક્તસ્ત્રાવ પણ બંધ થાય છે

જો કાપો હોય કે નાની ઈજા થઈ હોય, તો પહેલા અસરગ્રસ્ત વિસ્તાર પર સુતરાઉ કાપડ અથવા રૂનો ટુકડો મૂકો જેથી રક્તસ્ત્રાવ ઝડપથી ન થાય. આ પછી, ઘા પર બરફનો ટુકડો થોડી વાર માટે લગાવો અને તેને વારંવાર લગાવતા રહો. બે થી ત્રણ મિનિટમાં રક્તસ્ત્રાવ બંધ થઈ જાય છે.

ખાંડ પણ ઉપયોગી છે

જ્યારે નાના બાળકો વારંવાર પડી જાય છે, ત્યારે તેમના દાંત તેમના હોઠ પર અથડાતા હોય છે અને લોહી વહેવા લાગતુ હોય છે અથવા તો તેમના પેઢામાં ઈજા થાય છે અને લોહી નીકળવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં, બાળકને થોડી ખાંડ આપવી જોઈએ. આનાથી રક્તસ્ત્રાવ ઓછો થાય છે. આ પછી, ડૉક્ટરની પણ સલાહ લો.

એલોવેરા અસરકારક છે

એલોવેરા માત્ર ત્વચા અને વાળ માટે એક ઉત્તમ ઘટક નથી, પરંતુ તે કટ, દાઝવા અને સોજાને મટાડવામાં પણ અસરકારક છે. તમે કટ પર એલોવેરા જેલ લગાવી શકો છો અને તે દાઝી જવાના કિસ્સામાં બળતરાથી પણ રાહત આપે છે.

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: