• Partner ની સહમતિ સાથે બાંધો સંબંધો
  • કોન્ડોમ કે કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સનો કરો ઉપયોગ
  • જાતીય ઈચ્છાઓ વિશે પાર્ટનર સાથે ખૂલીને કરો વાત

સંબંધો એકમેકની ઈચ્છા અને અનિચ્છા પર નિર્ભર હોય છે. દરેક કપલે આ નિર્ણય પોતે લેવાનો રહે છે. જો કે સંબંધોમાં સંભોગને લઈને કોઈ સીમા નક્કી કરવામાં આવી નથી. વ્યક્તિગત અનુભવના આધારે કપલ્સ તેમના શારીરિક સંબંધોની વાતને નક્કી કરે છે. એવામાં તે ઓછા છે કે વધારે તે કપલ્સે પોતે નક્કી કરવાનું હોય છે. જો તમે એકમેકની સહમતિ સાથે આ વાતનું નિરાકરણ લાવો છો તો તમારે તેને લઈને કોઈ પ્રશ્નો રહેશે નહીં. તો જાણો કેટલીક ખાસ વાતો.

પાર્ટનરની સહમતિ સાથે બનાવો સંબંધો

કપલે કેટલી વાર સંભોગ માણ્યો તે મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે તમે તમારી જાતીય ઈચ્છાઓ વિશે સાથી સાથે ખુલીને સંવાદ કરો અને એકમેકની સહમતિ બાદ સંબંધ બનાવો.

સેફ સંભોગ છે જરૂરી

પ્રોટેક્ટેડ સંભોગ કરવાથી હેલ્થ અને સંબંધોને ફાયદો થાય છે. તેનાથી યૌન સંક્રમણ અને અનિચ્છનિય પ્રેગનન્સીનું જોખમ ઘટે છે. આ માટે તમે કોન્ડોમ સહિતના કોન્ટ્રાસેપ્ટિવ વિકલ્પને પસંદ કરી શકો છો.

એક્સપર્ટ સાથે વિચારણા કરો

તમે તમારી જાતીય ઈચ્છાઓને લઈને ચિંતિંત છો તો એક્સપર્ટની સાથે વાત કરો. આ સાથે નિયમિત એસટીઆઈ પરીક્ષણ કરવાનું એક સ્વસ્થ અને સુરક્ષિત યૌન સંબંધનો અનુભવ આપી શકે છે.  

  • Follow us on: