• 500 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની વિગ મળશે
  • સિન્થેટિક કે ઓરિજનલ વિગને લઈને લેવો નિર્ણય
  • રૂટિન શેમ્પૂથી વિગને સાફ કરી શકાશે નહીં

વિગ એક એવું નામ છે જેને પહેરવામાં લોકો ક્યારેક શરમ અનુભવે છે અને કેટલાક લોકો પોતાના લૂકને ચેન્જ આપવા માટે તેનો ઉપયોગ કરે છે. વિગનો સૌથી વધુ ઉપયોગ કેન્સર પેશન્ટ કરતા હોય છે. અનેક સેલેબ્સ પણ વિગ પહેરે છે. હાલમાં કેન્સર પેશન્ટ હિના ખાને પણ તેના વાળ વિગ બનાવવા માટે આપ્યા છે. વિગની પસંદગી અને જાળવણી પણ ખૂબ જ મહત્ત્વનું કામ છે. તેમાં હજારો રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, તો જાણો કેવી રીતે કરશો વિગને મેન્ટેન.

વિગ માટે કેટલો ખર્ચ થાય છે?

વિગ લંબાઈ અનુસાર વિવિધ ભાવમાં મળે છે. આ સિવાય વાળની ​​ક્વોલિટી પણ મહત્વપૂર્ણ છે. વિગની કિંમત તેમાં રહેલા વાળની ​​લંબાઈ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તમને માર્કેટમાં 500 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની વિગ મળશે. તમારે ફક્ત તમારા બજેટ અને તમારી જરૂરિયાતો અનુસાર યોગ્ય વિગ પસંદ કરવાની છે.

વિગ પસંદ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

  • જ્યારે પણ વિગ પસંદ કરો છો ત્યારે હેર ડ્રેસર અથવા બ્યુટિશિયનની મદદ લેવી. તેનાથી તમને ચહેરા અનુસાર યોગ્ય વિગ પસંદ કરવામાં મદદ મળી રહેશે.
  • વિગને ફાઇનલ કરતી વખતે નક્કી કરો કે તે વિગની સ્ટાઇલને તમે લાંબા સમય સુધી કેરી કરવા માંગો છો કે પછી થોડા દિવસો માટે જ તેનો શોખ હશે.
  • બહુ મોંઘી વિગ ખરીદવાનું ટાળવું કારણ કે સમય અને મૂડના આધારે તેને બદલવાનું મન થઈ શકે છે. તમારા બજેટને ધ્યાનમાં રાખીને વિગને પસંદ કરો.
  • માનવ વાળની ​​વિગ ખરીદવી કે સિન્થેટિક વાળની ​​વિગ ખરીદવી તે તમારો વ્યક્તિગત નિર્ણય છે.

વિગ કેવી રીતે જાળવવી?

તમારી વિગનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તે લાંબા સમય સુધી નવી અને કુદરતી રહે આ માટે તમને અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી રહી છે.

  • શેમ્પૂ કરતી વખતે વિગને ઘસવી નહીં.
  • જ્યાં સુધી વિગ મેટ ન લાગે ત્યાં સુધી કાંસકો ન કરો.
  • વિગમાં ક્યારેય માલિશ કરશો નહીં.
  • વિગને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરવો જોઈએ, તેને કુદરતી રીતે સૂકવવા દો.
  • જ્યારે પણ તમે વિગ ઉતારો ત્યારે તેને એવી જગ્યાએ રાખો જ્યાં વધુ હવા, પ્રકાશ, સૂર્યપ્રકાશ અને ધૂળ ન હોય. તેને ઢાંકીને રાખો.
  • વિગ પર કોઈપણ પ્રકારના હેર સ્પ્રે અને જેલનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી તે ઝડપથી બગડી શકે છે.
  • ધ્યાન રાખવું કે વ્યક્તિએ ક્યારેય વિગ પહેરીને ન સૂવું જોઈએ.
  • વિગને સમયસર શેમ્પૂ, ઓઈલીંગ અને કન્ડિશનિંગ કરવું જરૂરી છે.
  • વિગની હેરસ્ટાઇલ બદલવા માંગો છો તો તેને જાતે કાપવાનું ટાળો. આ માટે હેર ડ્રેસરની મદદ લો.
  •  એકવાર વિગના વાળ ખોટા કપાઈ જાય તો તે ફરી સરખી થઈ શકશે નહીં.

સ્પેશિયલ વિગ શેમ્પૂ

જે શેમ્પૂથી તમે તમારા વાળ ધોઈ રહ્યા છો તે જ શેમ્પૂથી તમે તમારા વિગને સાફ કરી શકશો નહીં. વિગને સાફ કરવા માટે અલગ શેમ્પૂ આવે છે કારણ કે વિગમાં વાળને માથા પર ઊગતા વાળની ​​જેમ પોષણ મળતું નથી. તેથી તેઓ શેમ્પૂમાં વપરાતા રસાયણોની અસરને પુનઃપ્રાપ્ત કરી શકતા નથી.


  • Follow us on: