મોટાભાગની યુવતીઓને જવાબદાર, સારી સેન્સ ઓફ હ્યુમર, કોન્ફડન્ટ, ઈન્ટેલિજન્ટ, મેચ્યોર અને હંબલ યુવકો પસંદ આવે છે. જો કે આ ક્વોલિટી દરેક યુવતી માટે અલગ અલગ હોઈ શકે છે પરંતુ અનેક એવી ચીજો છે જે દરેક યુવતીઓને યુવકોમાં પસંદ આવે છે. તો જાણો આ ખાસ ક્વોલિટી વિશે જેનાથી યુવતીઓ ઈમ્પ્રેસ થઈ જાય છે.
સાચું બોલનારા યુવકો
અનેક યુવકો વાત વાતમાં યુવતીઓથી ખોટું બોલે છે. જે યુવતીઓને પસંદ હોતું નથી. માનીને ચાલો કે જો તમે કોઈ કારણે યુવતીઓથી ખોટું બોલો છો અને યુવતીને ખ્યાલ આવે છે તો શક્ય છે કે યુવતી આગળથી તમારી વાત પર ભરોસો ન કરે. એવામાં વાત બગડી શકે છે, માટે ક્યારેય જૂઠાણાનો સહારો ન લો.
રિસ્પેક્ટ આપનારા યુવકો
દરેક યુવતી કોઈ પણ રિલેશનમાં યુવકો પાસેથી રિસ્પેક્ટ ઈચ્છે છે અને તમે તેમાંથી છો જે મહિલાઓનું રિસ્પેક્ટ કરે છે અને હંમેશા તેમની સાથે સારી રીતે વાત કરે છે તો તમે યુવતીઓની પહેલી પસંદ હોઈ શકો છો.
લીડરશીપની ક્વોલિટી
રિસર્ચ કહે છે કે વધારે યુવતીઓ એ યુવકોથી આકર્ષિત થાય છે જેમાં લીડરશીપની ક્વોલિટી હોય છે. લીડરશીપની ક્વોલિટી રાખનારા યુવકોનો દ્રઢ વિશ્વાસ મજબૂત હોય છે અને તેઓ કંઈ પણ કરી દેખાડવાની ઈચ્છા રાખે છે. આ કારણે તે દરેકને પસંદ આવે છે.
ફીલિંગ દેખાડતા યુવકો
પુરુષો પણ પોતાની ફિલિંગ્સ બતાવવામાં કમ્ફર્ટેબલ રહેતા નથી. યુવકોએ ક્યાંક ને ક્યાંક આ આદતને સુધારી લે તે જરૂરી હોય છે. મોટાભાગની મહિલાઓને એવા પુરુષો પસંદ હોય છે જે પોતાની ફિલિંગ્સને ખૂલીને વધારી શકે છે. તેનાથી કમ્યુનિકેશન ગેપ ઘટે છે અને એકમેકને સમજવામાં સરળતા રહે છે.
ફિટનેસ પ્રેમી યુવકો
કોઈ યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે પુરુષોએ કલાકો જિમમાં જવાનું કે સિક્સ પેક હોવાનું જરૂરી નથી, મહિલાઓને એવા યુવકો પસંદ આવે છે જેઓ હેલ્થનું ધ્યાન રાખે છે. ડેલી રૂટિન ફોલો કરે છે અને હેલ્ધી ખાવાનું ખાય છે. ખરાબ આદતોથી દૂર રહેનારા પુરુષો પહેલી પસંદ બને છે.
નવું શીખનારા યુવકો
યુવતીઓને એવા યુવકો પસંદ આવે છે જેમાં કંઈને કંઈ નવું શીખવાનું જૂનુન હોય. હવે તેઓ સાહિત્ય,વિજ્ઞાન, કુકિંગ, પેન્ટિંગ કે કોઈ રમતથી માહિતગાર હોય. જો તમે પણ એ લોકોમાંથી છો તો તમે યુવતીઓની પહેલી પસંદ હોઈ શકો છો.
ભૂલને એક્સપેક્ટ કરનારા યુવકો
યુવકો ખાસ કરીને એ વાત માનવાનું ટાળે છે જે તેઓએ કરી હોય છે. યુવતીઓને એવા યુવકો પણ પસંદ હોય છે જે ભૂલ હોય તો પણ માને નહીં. જો તમે ભૂલ નહીં માનો તો વાત બગડશે અને પછી સંબંધો શરૂઆત પહેલા જ ખતમ થઈ શકે છે.
પોતાના પર ધ્યાન આપનારા યુવકો
લુક્સ કોઈને પણ ઈમ્પ્રેસ કરવા માટેનું એકમાત્ર કારણ નથી પણ કોઈ યુવકની ડ્રેસિંગ સેન્સ સારી છે તો તે યુવતીઓને ઝડપથી ઈમ્પ્રેસ કરી શકે છે.
રોમાંટિક યુવકો
યુવતીઓને રોમેન્ટિક યુવકો પણ પસંદ આવે છે જે ઈમોશનલી હોવા સાથે જ તેમની સાથે રહે, સમય આપે, મળવા જાય, સાથે ડિનર કે લંચ પર જાય. ફોન પર સારી રીતે વાત કરે, સમય પસાર કરે. એવા યુવકો પણ યુવતીઓને વધારે પસંદ આવે છે.
ફેમિલિ - દોસ્તોની સાથે રહેનારા યુવકો
એવા યુવકો જે ફેમિલિની સાથે રહેવામાં માને છે એવામાં યુવકો યુવતીઓને પસંદ હોય છે. યુવતીઓને ઈમ્પ્રેસ કરવા માટે નહીં પણ હાલમાં યુવકોને પોતાના ફેમિલી સાથે ઊભા રહેવું અને સમય આવે ત્યારે જવાબદારી લેવી.