- ઉનાળામાં માણો ઘરે બનાવેલા રસની મજા
- કેરીની સાથે દૂધ અને કેસરને કરો મિક્સ
- ઠંડો કેરીનો રસ બનશે પરિવારની પસંદ
ગરમીની સીઝન આવતાની સાથે જ અનેક ઘરોમાં કેરીનો રસ બનવા લાગે છે. સ્વાદ અને પોષણથી ભરપૂર કેરીનો રસ તમામ ઉંમરના લોકોને પસંદ આવે છે. અનેક લોકો તો કેરીના રસની સાથે પૂરીની મજા આ સીઝનમાં લેતા હોય છે. ગુણોથી ભરપૂર કેરીનું સેવન નાનાથી મોટા તમામ લોકો કરે છે. જો તમને પણ કેરીનો રસ પસંદ છે તો સમર સીઝનમાં તમે તેને ઘરે બનાવીને તેની મજા માણી શકો છો. તો જાણો કઈ રીતે બનાવશો કેરીનો રસ કે તેનો ટેસ્ટ બમણો થઈ જાય અને તમે તેને વાટકી ભરીને પીઓ.
સામગ્રી
- 1 કિલો કેરી
- 3 કપ ઠંડું દૂધ
- 1/4 ટી સ્પૂન કેસર
- 1 કપ સ્વાદ અનુસાર ખાંડ
બનાવવાની રીત
કેરીનો રસ બનાવવાની રીત સરળ છે અને તેને બનાવવા માટે સૌથી સારી અને પાકેલી કેરીની પસંદગી કરવી જરૂરી છે. કેરીમાં જો ખટાશ છે તો તેનો રસ તમારી મજા બગાડી શકે છે. કેરીનો રસ બનાવવા માટે પહેલા કેરીને છોલી લો અને તેનો પલ્પ એક વાસણમાં કાઢો. ધ્યાન રાખો કે કેરીને છોલીને તેનો પલ્પ સારી રીતે કાઢી શકાશે. આ પછી ગોટલાને મસળીને કેરીનો રસ કાઢો. કેરીના પલ્પને મિક્સરમાં નાંખો અને તેમાં સ્વાદ અનુસાર ખાંડ મિક્સ કરો. હવે તેને સારી રીતે બ્લેન્ડ કરો. 1 મિનિટ સુધી બ્લેન્ડ કર્યા બાદ ઢાંકણું ખોલો અને તેમાં ઠંડું દૂધ મિક્સ કરો. હવે રસને ફરીથી બ્લેન્ડ કરો. આ પછી કેરીના રસને એક વાસણમાં કાઢી લો. જો તમે મિક્સરનો ઉપયોગ ન કરો તો તમે હેન્ડ બ્લેન્ડર પણ યૂઝ કરી શકો છો. કેરીના રસને એક વાસણમાં કાઢ્યા બાદ તમે તેને ઘટ્ટ કરો અને તેમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરો. હવે આ પછી તેને ફ્રિઝમાં અડધો કલાક ઠંડો કરો. પછી તેને કાઢો અને તેને સર્વ કરો.