• શિયાળામાં શરીરને ગરમ રાખે છે કેસર હળદરનું દૂધ
  • કેસર અને હળદરની તાસીર ગરમ અને રોગપ્રતિરોધક હોય છે
  • દૂધ સ્વાદિષ્ટ હોવાની સાથે લાભદાયી પણ
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દૂધની દુકાનોની બહાર ગરમ દૂધ માટે લાઈનો લાગતી રહે છે. સ્વાદથી ભરપૂર મસાલા દૂધ હેલ્થ માટે લાભદાયી રહે છે. આજકાલ માર્કેટમાં મળતા દૂધની શુદ્ધતા પર શંકા રહે છે એવામાં તમે ઘરે જ સ્વાદિષ્ટ કેસર હળદર વાળું દૂધ સરળતાથી તૈયાર કરી શકાય છે જે ગુણોથી ભરપૂર હોવાની સાથે સ્વાદમાં લાભદાયી રહે છે. તેને બનાવવાનું ખૂબ સરળ છે અને બાળકો હોય કે વૃદ્ધો દરેકને માટે આ દૂધ લાભદાયી સાબિત થશે. શિયાળામાં શરીરમાં ગરમી કાયમ રાખવા માટે કેસર હળદરનું દૂધ એક સારું ઈમ્યુનિટી બૂસ્ટર સાબિત થશે. તો જાણો આ દૂધ બનાવવાની સરળ રીત.

સામગ્રી

  • દૂધ - 2 ગ્લાસ
  • હળદર - 1/2 ટી સ્પૂન
  • કેસર- 8-10 તાંતણા
  • બદામની કતરણ - 1ટી સ્પૂન
  • ખાંડ - 1 ટી સ્પૂન
  • પીસેલી સૂંઠ - 1/2 ટી સ્પૂન
રીત

શિયાળાની સીઝનમાં સૌથી વધારે હેલ્ધી ડ્રિંકમાંથી એક છે કેસર હળદર વાળું દૂધ. આ હેલ્થ માટે લાભદાયી છે અને તે બનાવવામાં પણ સરળ છે. કેસર અને હળદર વાળું દૂધ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં 2 ગ્લાસ દૂધ લો અને મીડિયમ ગેસ પર ગરમ કરો. 3-4 મિનિટ બાદ દૂધમાં ઉભરો આવશે. આ સમયે તેમાં હળદર, કેસરના તાંતણા અને સૂંઠ મિક્સ કરો અને ચમચીથી સારી રીતે હલાવી લો. હવે ફરી 1-2 મિનિટ સુધી દૂધને ઉકળવા દો. આ સમયે ખાંડ ઉમેરી લો અને પછી ગેસની ફ્લેમ ધીમી કરો. હવે 5 મિનિટ રહેવા દો. આ પછી ગેસ બંધ કરો. હેલ્થ માટે કેસર હળદરવાળું દૂધ તૈયાર છે. તેને સર્વિંગ ગ્લાસમાં ઉમેરો અને સાથે બદામથી ગાર્નિશ કરો. 
  • Follow us on: