• સાઉથ ઈન્ડિયન નાસ્તો બનાવી દેશે દિવસ
  • ભાતની ઈડલી આપશે અલગ જ ટેસ્ટ
  • ચટણી કે સાંભર સાથે માણો ઈડલીની મજા

સવારના નાસ્તામાં દરેક વ્યક્તિ હેલ્ધી અને ટેસ્ટી ફૂડ ડિશની ઈચ્છા રાખે છે. સાઉથ ઈન્ડિયન વાનગી ઈડલીને નાસ્તામાં ખાસ પસંદ કરવામાં આવે છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ પણ છે. તો જાણો રાતના વધેલા ભાતમાંથી ઈડલી કઈ રીતે બનાવી શકાશે. આ માટે તમે વધેલા ભાતની સાથે દહીં અને રવાનો ઉપયોગ કરી શકશો અને ટેસ્ટી બ્રેકફાસ્ટ બનાવી શકશો.

સામગ્રી

  • 11/2 કપ રાંધેલા ભાત
  • 1 કપ રવો
  • 1 કપ દહીં
  • 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા
  • જરૂર પ્રમાણે પાણી
  • સ્વાદ અનુસાર મીઠું


આ રીતે બનાવો ઈડલી

સવારના નાસ્તામાં સ્વાદથી ભરપૂર ઈડલી બનાવવા માટે બ્લેન્ડરમાં દોઢ કપ વધેલા ભાત લો અને તેમાં એક કપ પાણી મિક્સ કરો. આ બંનેને સારી રીતે બ્લેન્ડ કરી લો અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. હવે તમારું બેટર અલગ રાખો. એક પેન લો અને તેમાં રવો ઉમેરો અને ધીમા ગેસે તેને શેકી લો. રવો ગુલાબી થશે અને તેમાંથી સુગંધી આવવા લાગશે. હવે તેને અલગ રાખો. અને ઠંડું થવા દો. એક કપ રવામાં એક કપ દહીં અને થોડું મીઠું મિક્સ કરો. આ મિશ્રણને ભાતના બેટરમાં સારી રીતે મિક્સ કરી લો. હવે બધા મિશ્રણને 3-4 મિનિટ માટે સારી રીતે ફેંટી લો. જેથી બેટર એકદમ હલકું થઈ જાય. આ પછી વાસણને ઢાંકી દો અને મિશ્રણને 20 મિનિટ માટે બાજુ પર રાખો. આ સમય દરમિયાન બેટર થોડું ફુલશે. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ફરી એકવાર ફેંટી લો. આ પછી તેમાં થોડો બેકિંગ પાવડર ઉમેરો અને મિક્સ કરો. હવે એક ઈડલીનું વાસણ લો, તેના પર થોડું તેલ લગાવો અને તૈયાર કરેલું બેટર રેડો અને ઈડલીને મધ્યમ આંચ પર લગભગ 15 મિનિટ સુધી બાફી લો. આ સમયે ઈડલી પૂરી રીતે ચઢી જશે. હવે રાંધેલી ઈડલીને એક વાસણમાં કાઢી લો. એ જ રીતે બધા જ બેટરમાંથી ઈડલી તૈયાર કરો. હવે નાસ્તામાં સાંભાર અથવા ચટણી સાથે ઈડલી સર્વ કરો.

  • Follow us on: