• શિયાળામાં થાય છે સ્વાસ્થ્યને લગતી સમસ્યા
  • વાતાવરણ બદલાવવાના કારણે થાય છે શરદી
  • ઘરેલું ઉપચારથી આ સમસ્યાઓ રહેશે દૂર


શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે વાતાવરણ બદલાવવાના કારણે શરદી-ઉધરસની સમસ્યા દરેકને સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દવા ન લેવા માગતા હો તો તમે કેટલાક ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. જેમ કે, તમે બાજરીના લોટમાંથી બનાવેલી રાબ પીશો તો તમને રાહત મળશે.

સામગ્રી

2 ચમચી - દેશી ગોળ

1 ગ્લાસ - પાણી

2 ચમચી - ઘી

2 ચમચી - બાજરીનો લોટ

1/2 ચમચી - સૂંઠ પાઉડર

બનાવવાની રીત

એક પેનમાં ગોળ અને પાણી લો. આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ન જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. તે બાદ અન્ય એક પેનમાં ઘી લઈને તેને ગરમ થવા દો. ઘી ગરમ થાય એટલે તેમાં બાજરીનો લોટ શેકી લો. આશરે 3-4 મિનિટ અથવા જ્યાં સુધી બાજરીના લોટનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી શેકો. બાજરાનો લોટ શેકાય જાય એટલે તેમાં સૂંઠ પાઉડર ઉમેરો અને ફરીથી 1-2 મિનિટ માટે શેકી લો. હવે આ મિશ્રણમાં ગોળવાળુ પાણી ઉમેરીને ફરીથી ગરમ થવા દો. જ્યાં સુધી બધી સામગ્રી એકબીજા સાથે મિક્સ ન થઈ જાય અને ઘી ઉપર ન દેખાવા લાગે ત્યાં સુધી તેને ઉકળવા દો. (આશરે 10 મિનિટ). તો તૈયાર છે બાજરીના લોટની રાબ. આ રાબ પીવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર થઈ જશે

  • Follow us on: