- હળદર, મધ સ્કીનને આપશે નવી ચમક
- દૂધ સ્કીનને કરશે ડીપ મોઈશ્ચરાઈઝ
- બનાવીને તરત જ યૂઝ કરી લો આ ફેસવોશ
દૂધ એક સંપૂર્ણ આહાર છે જે ફક્ત શરીર નહીં સ્કીન માટે પણ લાભદાયી હોય છે. તો જાણો ઘરે મિલ્ક ફેસવોશ બનાવવાની રીત અને ટાળો બ્યુટી પ્રોડક્ટ્સના ખર્ચને. દૂધ તમારી સ્કીનને ડીપ મોઈશ્ચરાઈઝ કરે છે તો સ્કીન ડ્રાયનેસથી પરેશાન છો તો તમે મિલ્ક ફેસવોશનો ઉપયોગ કરો. તે સ્કીનને માટે લાભદાયી રહેશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મિલ્ક ફેસવોશ.
મિલ્ક ફેસવોશ બનાવવાની સામગ્રી
- 1/2 કપ દૂધ
- ચપટી હળદર
- 2 ચમચી મધ

જાણો કેવી રીતે બનાવશો ફેસવોશ
મિલ્ક ફેસવોશ બનાવવા માટે તમે સૌથી પહેલા એક પેન લો. તેમાં દૂધ મિક્સ કરો અને થોડું ઘટ્ટ થવા દો. આ પછી તેને ઠંડું થવા દો. હવે તેમાં મધ અને હળદર મિક્સ કરો. આ પછી તે તમામ ચીજોને સારી રીતે મિક્સ કરો. તમારું મિલ્ક ફેસવોશ બનીને તૈયાર થઈ ચૂક્યું છે.
મિલ્ક ફેસવોશનો કેવી રીતે કરશો ઉપયોગ
મિલ્ક ફેસવોશનો ઉપયોગ કરવા માટે પહેલા ફેસને પાણીથી ધોઈ લો. હવે તમે ફેસવોશની મદદથી ચહેરાને ક્લીન કરો. હવે તમે સર્ક્યુલર મોશનમાં ચહેરાને મસાજ આપો. આ પછી તમે સાધારણ પાણીથી ફેસવોશ કરી લો. તમારી સ્કીન સોફ્ટ અને શાઈની થવા લાગશે.