• રાતના સમયે મેળવો દહીં
  • સવારે દહીંને ફ્રિઝમાં રાખી દો
  • દહીં મેળવવા યોગ્ય વાસણની પસંદગી જરૂરી

ગરમીની સીઝનમાં ખાવા પીવાની ચીજો જલ્દી ખરાબ થઈ જાય છે. તાપમાન વધવાથી ભેજવાળી જગ્યાઓએ બેક્ટેરિયા જલ્દી વિકાસ પામે છે અને સ્ટોરેજમાં થોડી બેદરકારીથી ખાવાનું ખરાબ થઈ શકે છે. ખાસ કરીને ડેરી પ્રોડક્ટ તો આ સમયે સૌથી પહેલા ખરાબ થાય છે. તેને યોગ્ય તાપમાનમાં રાખવાનું જરૂરી હોય છે. આ પછી દૂધ, પનીર કે દહીંનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ એવી પ્રોડક્ટ છે જેનો સ્વાદ જલ્દી ખાટો થઈ જાય છે પણ સાથે જ તમે યોગ્ય રીતે તેને સ્ટોર કરો છો તો ખાટાપણાને અનેક દિવસો સુધી દૂર રાખી શકો છો. તો જાણો ગરમીમાં દહીંને ખાટું થતું કઈ રીતે અટકાવશો.

દહીં મેળવતી સમયે આ વાતનું રાખો ધ્યાન

યોગ્ય વાસણની કરો પસંદગી

જો તમે દહીં મેળવવાનું વિચારી રહ્યા છો તો તેનું પ્રમાણ વધારે હોય તો સારું રહેશે કે માટીના વાસણમાં ઉપયોગ કરો. ગરમીમાં માટીના વાસણમાં દહીં મેળવવાથી તેમાંથી પાણી નીકળતું નથી અને દહીં ઠંડું રહે છે. આ સાથે અનેક દિવસો સુધી તે સ્વાદિષ્ટ રહે છે.


આ સમયે મેળવો દહીં

જો તમે સવારે દહીં મેળવવાનું વિચારી રહ્યા છો તો આ સમયે દહીં મેળવવાથી તે વધારે ઘટ્ટ નહીં રહે અને તેમાંથી પાણી નીકળશે નહીં. આ માટે સારું રહેશે કે તમે રાતના સમયે તેને મેળવો. સવાર સુધીમાં તે જામી જશે. તેને થોડા કલાક ફ્રિઝમાં રાખો. તેનાથી તેનો સ્વાદ ખાટો નહીં થાય.

 

ઠંડી જગ્યાએ કરો સ્ટોર

જો તમે દહીંને ગરમ જગ્યાએ રાખશો તો તે જલ્દી ખાટું થશે. આ માટે દહીંને હંમેશા રૂમ ટેમ્પ્રેચરથી થોડી ઠંડી જગ્યાએ રાખો અને પછી ફ્રિઝમાં રાખો. જો દહીંના વાસણને માટીના વાસણની અંદર કે એસી, કૂલરવાળા રૂમમાં પણ રાખી શકો છો.


દૂર રાખો ભોજનની અન્ય ચીજો

જો તમે તેને ખાવાની અન્ય ચીજની સાથે રાખો છો તો તે અન્ય ફૂડ આઈટમ્સની સ્મેલને એબ્ઝોર્બ કરી લે છે. તેનાથી દહીં જલ્દી ખાટું થવા લાગે છે. આ માટે તમે તેને એવી જગ્યાએ રાખો જ્યાં દૂધની વસ્તુઓ રાખતા હોવ.

  • Follow us on: