- વાળ પલળે તો વાળને શેમ્પૂ કરવા જરૂરી
- વાળને કંડીશનિંગ કરવાથી વાળની કેયર સારી રીતે કરી શકશો
- વાળને હેલ્ધી બનાવી રાખવા માટે તમે હેયર ઓઈલિંગ કરો
વરસાદની સીઝન એવી સીઝન છે જેની મજા દરેક વ્યક્તિ લેવા ઈચ્છે છે પણ જ્યારે વરસાદ આવે ત્યારે સાથે જ સામાન્ય ઝરમર વરસાદમાં પણ ચા અને ભજિયાની મજા લેવાય છે. આ સાથે અનેક લોકોને વરસાદમાં પલળવાનું પસંદ હોય છે. પણ શું તમે જાણો છો કે આ પલળવાની મજા તમારા વાળને માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. જાણો ચોમાસામાં વાળને ખરાબ થતા અટકાવવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવાનું જરૂરી બને છે.
વાળને વરસાદી પાણીથી બચાવવા છે જરૂરી
ભારે ગરમીમાં વરસાદની ઠંડી ઠંડી હવા તમને રાહત આપી શકે છે. એવામાં તમે વરસાદમાં પલળો છો તો તમારા વાળ પર તેની અસર થાય છે. તેનાથી વાળના મૂળ નબળા બને છે. વાળ વધારે ઝડપથી તૂટે છે અને સાથે જ ઘરેથી નીકળતી સમયે સ્કાર્ફ કે છત્રી સાથે રાખીને નીકળો જેથી વાળ ન પલળે.

જો તમે કોઈપણ કારણસર વરસાદમાં મજા લીધી છે અને તમે પલળી ગયા છો તો ઘરે આવીને વાળને શેમ્પૂ કરી લો. તેનાથી તમારા વાળની ગંદગી સારી રીતે ક્લીન થઈ જશે.
વરસાદની સીઝન આવતા અનેક લોકોને હેયરફોલની સમસ્યા થવા લાગે છે. આ સીઝનમાં વાળ રફ અને ડ્રાય બને છે. જો તમે વાળને કંડીશનિંગ કરો છો તો તમે વાળની કેયર સારી રીતે કરી શકશો.

ચોમાસાની સીઝનમાં વાળને હેલ્ધી બનાવી રાખવા માટે તમે હેયર ઓઈલિંગ કરો. તેનાથી વાળ ડીપ નરિશ રહે છે અને વાળની ચમક ખોવાશે નહીં. આ સાથે વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થશે.
જો વાળ પલળી ગયા છે તો ભીના વાળમાં તરત કાંસકો ફેરવવાની ભૂલ ન કરો. પહેલા વાળને સારી રીતે સૂકવી લો અને પછી મોટા દાંતાની મદદથી વાળની ગૂંચ કાઢો. આમ કરવાથી હેયરફોલની સમસ્યા પણ ઓછી થશે.