• બદામ તેલના માઈક્રો ન્યૂટ્રિએન્ટ્સ સ્કીન નિખારશે
  • અલોવેરા સ્કીનની કરચલીઓને કરશે ખતમ
  • વિટામિન ઈ સ્કીનને રિંકલ ફ્રી બનાવશે

જો તમે નાની ઉંમરમાં જ સ્કીનને કરચલી વાળી અનુભવો છો અને તમારી આંખની નીચે કુંડાળા જોવા મળી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમારી સ્કીનને યોગ્ય પોષણ મળી રહ્યું નથી. આ કારણે તમારા ચહેરાનું આકર્ષણ ખતમ થઈ જાય છે. તમે સ્કીન કેરમાં વિટામિન ઈથી ભરપૂર ફૂડ કે વિટામિન ઈની કેપ્સ્યૂલને સામેલ કરો. કેપ્સ્યૂલને તમે રાતે ચહેરા પર લગાવીને સૂઈ જાઓ અને પછી સવારે તેને ચોખ્ખા પાણીથી સાફ કરી લો. આ ઉપાય યૂઝ કરવામાં તમારે કોઈ ખાસ મહેનત કરવાની રહેતી નથી અને આ સસ્તો અને કારગર ઉપાય છે. તો જાણો તેને એપ્લાય કરવાથી ચહેરાને કયા ફાયદા થાય છે.

વિટામિન ઈના અનેક ફાયદા

  • રોજ રાતે તમે વિટામિન ઈ લગાવો છો તો તમે રિંકલ ફ્રી સ્કીન મેળવી શકો છો. તમે રોજ તેનાથી ચહેરાને મસાજ કરો અને તે તમારા ચહેરાની કરચલીઓને ગાયબ કરી દેશે.
  • બદામ તેલ તમારી સ્કીન માટે લાભદાયી પૂરવાર થશે કેમકે તેમાંથી વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં મળી રહેશે. જે ચહેરાને ગ્લો આપવામાં મદદ કરશે. એટલું નહીં તેના માઈક્રો ન્યૂટ્રિએન્ટ્સ સ્કીનને નિખાર આપશે.
  • તમે બીટના રસને ક્લીન્ઝરની જેમ પણ યૂઝ કરી શકો છો. તમે તેનો રસ કાઢીને ફેસ પર લગાવી લો અને ચહેરાને ધોઈ લો.
  • જો તમે અલોવેરા યૂઝ કરવા ઈચ્છો છો તો તે પણ બેસ્ટ છે. તેનાથી સ્કીન ખીલી શકે છે. તમે તેને ચહેરા પર મોઈશ્ચરાઈઝરની જેમ યૂઝ કરી શકો છો. તે સ્કીન માટે રામબાણ રહેશે. તે સ્કીન સંબંધી મુશ્કેલીઓને ઓછી કરે છે. તેાથી સ્કીનની કરચલીઓ ગાયબ થશે.


  • Follow us on: