- પિંપલની સમસ્યામાં ફેસપેક કરશે મદદ
- સ્કીન ઈન્ફેક્શનથી બચાવી ઈચિંગ દૂર કરશે
- હિંગના એન્ટીએજિંગ ગુણ કરચલીઓથી બચાવશે
હિંગ રસોઈનો ખાસ મસાલો છે અને સાથે દાળ હોય કે શાક, એક ચપટી હિંગનો વઘાર કરી લેવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે. પાચનની સાથે જોડાયેલી સમસ્યામાં હીંગ અકસીર માનવામાં આવે છે. ગેસ અને અપચાની ફરિયાદ હોય તો પણ તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે હીંગ તમારી સ્કીનને માટે લાભદાયી સાબિત થઈ શકે છે. તો જાણો કેવી રીતે સ્કીન કેરમાં તમે તેનો ઉપયોગ કરશો.
1. સ્કીનને ઈન્ફેક્શનથી બચાવે છે અને ઈચિંગને દૂર કરે છે. કોર્ન્સની સમસ્યાથી બચાવે છે. હીંગમાં કૂલિંગ ઈફેક્ટ હોય છે. તે સ્કીન સમસ્યાને માટે જવાબદાર બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.
2. પિંપલની સમસ્યામાં હીંગનો ફેસપેક લાભદાયી સાબિત થાય છે. તે ઈન્ફેક્શન જન્માવનારા કીટાણુઓ સામે લડે છે અને સ્કીનના ડાઘ ધબ્બાને ખતમ કરે છે.
3. ધૂળ-માટી પ્રદૂષણના કારણે પણ જો તમારી સ્કીન ડલ થઈ છે તો તમારા માટે હીંગ લાભદાયી રહેશે. આ સ્કીનને કોમળ રાખવાની સાથે સાથે ગ્લોઈંગ બનાવી રાખે છે.
4. હીંગનો એન્ટીએજિંગ ગુણ હોય છે જે કરચલીઓથી બચાવે છે. તે ફાઈન લાઈન્સ અને ડાર્ક સ્પોટ્સની સમસ્યાથી પણ રાહત આપે છે.
5. સ્કીનના પ્રાકૃતિક નિખાર માટે હીંગનો ઉપયોગ લાભદાયી માનવામાં આવે છે. તે સ્કીન બ્લેમિશને ઘટાડે છે. સ્કીનને જવાન બનાવી રાખે છે. ઓઈલી સ્કીનથી છૂટકારો આપે છે.
આ રીતે બનાવી લો હિંગનો ફેસપેક
હીંગથી ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં 2 ચમચી મુલ્તાની માટી લો. તેમાં એક ચમચી મધ, એક ચપટી હીંગ, એક ચમચી ગુલાબજળ મિક્સ કરો. આ મિશ્રણને થોડો સમય સુધી મિક્સ કરો અને પછી 15 મિનિટ માટે ફેસ પર લગાવીને રાખો. આ પછી સાદા પાણીથી ફેસ સાફ કરી લો. આ ફેસપેકથી એક્ને, ડાર્ક સ્પોટ, કરચલીઓ અને ડ્રાયનેસ ખતમ થાય છે. આ સાથે ફેસપર ખાસ ગ્લો પણ જોવા મળશે.