- વેક્સીનેશનનો એક ડોઝ લેનારને માટે મોતનો ખતરો ઓછો
- વેક્સીનેશનના કારણે યુવાઓમાં અચાનક મોતનું જોખમ વધ્યું નથી
- લાઇફસ્ટાઈલમાં ફેરફારને પણ અચાનક મોતનું કારણ ગણાવાયું
કોરોના મહામારી બાદ સરકારે લોકોનો જીવ બચાવવા માટે મોટા પાયે વેક્સીનેશન અભિયાન ચલાવ્યું હતું. આ સમયે દેશમાં લગભગ 2 અબજથી વધારે વેક્સીનેશનના ડોઝ અપાયા હતા. પણ છેલ્લા એકથી દોઢ વર્ષમાં યુવાઓના હાર્ટ એટેકના મોતના કિસ્સા વધી રહ્યા છે. એવામાં એ વાતને લઈને ચર્ચા થઈ રહી છે કે ક્યાંક વેક્સીન તો તેનું કારણ નથી ને. જો કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે તેનો જવાબ આપ્યો છે.
ICMR એ કર્યો Study
આઈસીએમઆરે હાલમાં એક સ્ટડી કર્યો છે. તેમાં એ સવાલનો જવાબ શોધાયો કે શું કોરોના વેક્સીન અને અચાનક વધી રહેલા મોતને કોઈ સંબંધ છે. સ્ટડીમાં જાણવા મળ્યું કે ભારતમાં કોરોના વેક્સીનથી યુવાઓના અચાનક વધી રહેલા મોતનું જોખમ વધ્યું નથી. તેમાં કહેવાયું છે કે કોરોના પહેલા હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં અચાનક મોત થવાના કેસ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર અચાનક મોતની સંભાવનાને વધારે છે.
સ્ટડીમાં શું મળી જાણકારી
આઈસીએમઆરના સ્ટડીમાં કહેવાયું કે વેક્સીનના કારણે અચાનક થતા મોત સાથે કોઈ સંબંધ નથી. તેમાં કહેવાયું છે કે જો કોઈએ વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે તો તેનીપ પર કોરોના વાયરસથી થતા મોતનો ખતરો ઓછો રહે છે. સ્ટડીમાં કહેવાયું છે કે કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સા, અચાનક મોતનો પારિવારિક કિસ્સા, મોત પહેલા 48 કલાક પહેલા નશીલા પદાર્થનું સેવન કે ખાસ કસરતો કરવી જેવી બાબતો જવાબદાર છે. તેનાથી અચાનક મોતનો ખતરો વધે છે.
કેટલા લોકો પર કરાયો અભ્યાસ
આઈસીએમઆરની તરફથી આ સ્ટડીને 1 ઓક્ટોબર 2021થી લઈને 31 માર્ચ 2023 સુધી કરાયો છે. દેશભરની 47 હોસ્પિટલને આ સ્ટડીમાં સામેલ કરાયા છે. સ્ટડી માટે 8-45 વર્ષની ઉંમરના લોકોને સામેલ કરાયા હતા જે સ્વસ્થ હતા. તેમાંથી કોઈ પણ જૂની બીમારી સામે લડી રહ્યું ન હતું. સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકોને વેક્સીનના 2 ડોઝ મળ્યા હતા તેમાં અચાનક મોતનો ખતરો ઓછો રહે છે.