• રાતે સૂતા સમયે ચહેરા પર દૂધ લગાવવાથી થશે ફાયદો
  • ચહેરાની ડ્રાયનેસને કરશે દૂર, મળશે ગ્લો
  • ટેનિંગ ઘટાડશે અને સ્કીનનો રંગ ખૂલશે

શિયાળાની સીઝનમાં સ્કીન શુષ્ક અને બેજાન બને છે. આ સમયે સ્કીનનો ખ્યાલ રાખવો જરૂરી છે. એવામાં મહિલાઓ બજારમાં મળનારા બ્યૂટી પ્રોડક્ટ્સ પર વિશ્વાસ કરે છે. મોંઘા કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ સ્કીન પર ખાસ કમાલ દેખાડી શક્યા નથી. એવામાં તમે રસોઈમાં રાખેલા કાચા દૂધની મદદ લઈ શકો છો. તમે ચહેરાની સુંદરતામાં વધારો થશે. ફક્ત 1 ચમચી કાચા દૂધને રોજ ઉપયોગમાં લેવાથી અનેક ફાયદા થશે.

જાણો કાચા દૂધના ફાયદા પણ

  • કાચું દૂધ સ્કીન પર લગાવવાથી ચહેરાની ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કીનની સફાઈમાં પણ મદદ મળે છે.
  • કાચા દૂધનું લેક્ટિક એસિડ સ્કીનને એક્સફોલિએટ કરી શકે છે. રાતે સૂતા સમયે ચહેરા પર દૂધ લગાવીને સૂઓ. તમારી સ્કીન સવારે અલગ ગ્લો સાથે જોવા મળશે.
  • દૂધનો ઉપયોગ સ્કીનને ટાઈટ કરવાની સાથે ટેનિંગ ઓછું કરે છે અને કલર નિખારે છે.
  • કાચું દૂધ મોઈશ્ચરાઈઝરની જેમ કામ કરે છે.
  • રોજ કાચા દૂધથી ચહેરા પર મસાજ કરવાથી કરચલીઓ ઘટે છે અને એજિંગની સમસ્યા દૂર થાય છે.
  • કાચું દૂધ લગાવવાથી પિંપલની સમસ્યા દૂર થાય છે. તેમાં મીઠું મિક્સ કરીને લગાવવાથી પિંપલમાં રાહત મળે છે.
  • ઈન્સ્ટન્ટ ગ્લો માટે દૂધનો ઉપયોગ કરી શકાય છે.
  • ડાર્ક સર્કલની સમસ્યા ઘટાડવા માટે કોટન પેડ પર દૂધ લો અને તેને આંખ પર લગાવીને રાખવાથી ડાર્ક સર્કલ્સ ઘટશે.
  • કાચા દૂધથી ફેશિયલ ટોનિંગ કરવાથી ચહેરા પરની ડેડ સ્કીન રિમૂવ થઈ જાય છે.

બનાવો ફેસપેક

કાચા દૂધની મદદથી તમે ફેસપેક પણ તૈયાર કરી શકો છો. જો દૂધમાં ચણાનો લોટ અને મધ મિક્સ કરીને ફેસ પર લગાવો છો તો તમને ફાયદો થશે. 10-20 મિનિટ બાદ તેને હટાવી લો. તમે નિયમિત રીતે આ ઉપાય કરશો તો ચહેરા પરના ડાઘ અને ધબ્બા ઘટશે સાથે નવો ગ્લો પણ જોવા મળશે.

કોણે ન લગાવવું જોઈએ

જો તમારી સ્કીન ઓઈલી છે તો તમારે કાચું દૂધ લગાવવું જોઈએ નહીં. તમે ગરમ કરેલા દૂધનો ઉપયોગ કરી શકો છો.  

  • Follow us on: