- ભોજનનો સ્વાદ વધારશે શિંગોડાના લોટની પુરી
- ઝડપથી તૈયાર થઈ જશે આ પૂરી
- એકલી પૂરી પણ સ્નેક્સ માટે રહેશે બેસ્ટ
હાલમાં ગુજરાતમાં અધિક માસ ચાલી રહ્યો છે અને ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. આ સમયે અનેક ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા કરે છે. વિધિ વિધાન સાથે પૂજા અને ઉપવાસનું મહત્ત્વ હાલમાં વધતું જોવા મળી રહ્યું છે. જો તમે પણ આ સમયે વ્રત રાખી રહ્યા છો તો શક્ય છે કે તમારું મોઢું ફીક્કું પડી જાય અને તમે આ સમયે ક્રિસ્પી વસ્તુઓ ખાવાનું મન કરો. આ સમયે તમે શિંગોડાના લોટની પૂરી નાસ્તામાં ટ્રાય કરી શકો છો. તો જાણો રેસિપિ.
શિંગોડાના લોટની પૂરી માટેની સામગ્રી
- 400 ગ્રામ શિંગોડાનો લોટ
- 1 ચમચી સિંધવ મીઠું
- 2 ચમચી કોથમીર
- 1/4 કપ તેલ
- 2 ચમચી જીરું
- જરૂર પ્રમાણે પાણી
- તળવા માટે તેલ

જાણો બનાવવાની રીત
સૌ પહેલા શિંગોડાના લોટને ચાળી લો અને તેને થાળીમાં લો. હવે તેમાં તેલ, મીઠું, જીરું અને કોથમીર મિક્સ કરો. તમામ ચીજોને સારી રીતે મિક્સ કરો. પાણીની મદદથી થોડો કડક લોટ બાંધો. 20 મિનિટ તેને ઢાંકીને રાખો. આ લોટના 8 લૂઆ કરો. તેને વણી લો અને 6-7 ઈંચ જાડો રોટલો વણો. હવે તેને ગોળ શેપમાં એકસરખા કટ કરો. આ માટે તમે કોઈ ઢાંકણા કે વાટકીની મદદ પણ લઈ શકો છો. હવે એક કડાહીમાં તેલ ગરમ કરો અને તેમાં આ તમામ પૂરીને તળી લો. તે ઠંડા થાય એટલે સર્વ કરો. તમે દિવસ દરમિયાન ગમે ત્યારે તેની મજા માણી શકશો. આ પૂરી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાશે.