- વેક્સિન પણ રહેશે બિન અસરકારક
- XBB 2 અલગ ઓમિક્રોન વેરિઅન્ટથી બન્યો છે
- BQ1 વેરિઅન્ટથી 120 ગણી ઝડપથી ફેલાય છે
નવા વર્ષની ઉજવણીની વચ્ચે એક નવી બીમારીનો ખતરો પણ સામે આવ્યો છે. ઓમિક્રોનના સબ વેરિઅન્ટ XBB.1.5એ ભારતમાં દેખા દીધી છે. આ સમયે ગુજરાતમાં પણ તેની શક્યતા જણાતા તંત્ર એલર્ટ બન્યું છે. XBB 2 અલગ અલગ ઓમિક્રોન BA.2 સબ વેરિઅન્યનો એક હાઈબ્રિડ છે જ્યારે વૈજ્ઞાનિક હજુ પણ તેની પર રિસર્ચ કરી રહ્યા છે. હવે આ સબ વેરિઅન્ટનો એક નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. તેને XBB.1.5ના રૂપમાં ઓળખવામાં આવે છે.
CDCની તરફથી જાહેર કરાયેલા આંકડા કહે છે કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં હાલમાં કોરોનાના 40 ટકાથી વધારે કેસમાં XBB.1.5ના કેસ સામે આવ્યા હતા. અનેક પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સ ચીનમાં વધતા કોરોના કેસને લઈને ચિંતામાં છે. પણ અનેક એક્સપર્ટ્સ ફક્ત સુપર વેરિઅન્ટ XBB.1.5ના બમણા થવાને લઈને ચિંતા કરી રહ્યા છે.
ખતરનાક છે XBB.1.5 વેરિઅન્ટ
- અમેરિકાના 10 રાજ્યોમાંથી 7માં XBB.1.5ના સૌથી વધુ કેસ આવ્યા છે. આ ઓમિક્રોનનો XBB.1.5 વેરિઅન્ટ છે અને તે BQ1 વેરિઅન્ટથી 120 ટકા વધારે ઝડપથી ફેલાય છે.
- જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના વાયરોલોજિસ્ટના આધારે XBB.1.5 વેરિઅન્ટ એક એડિશનલ મ્યૂટેશન છે જે બોડી સેલને સારી રીતે જોડે છે.
- પહેલા ડેટાથી ખ્યાલ આવે છે કે XBB.1.5 વેરિઅન્ટ BQ1ની તુલનામાં 108 ટકા વધારે ફાસ્ટ છે પણ ડેટા મળ્યા બાદ તે 120 ટકા ખતરનાક સાબિત થયો છે.
- અન્ય એક રિસર્ચમાં સામે આવ્યું કે XBB.1.5 વેરિઅન્ટ ફક્ત એન્ટીબોડીને પ્રભાવિત કરે છે એવું નથી પણ તેને નબળું પણ બનાવે છે.
- તે સરળતાથી લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જૂના XBB કે BQ વેરિઅન્ટની તુલનામાં આ વધારે ઝડપથી ફેલાય છે.
- આ વેરિઅન્ટ સાથે જોડાયેલા પ્રમુખ લક્ષણોમાં નાક વહેવું, ગળામાં ખરાશ, તાવ, માથું દુઃખવું, છીંક આવવી, શરદી, ખાંસી અને કર્કશ અવાજ સામેલ છે.
- XBB.1.5 વેરિઅન્ટ સિંગાપુર સહિત એશિયાના અનેક ભાગમાં વધી રહ્યું છે. અઠવાડિયાના 4.2 ટકાની તુલનામાં આ અઠવાડિયામાં તે અમેરિકામાં 3.6 ટકા હતો.
- XBB.1.5ને સૌથી પહેલા JP Weilandએ થોડા અઠવાડિયા પહેલા અનુભવ્યું હતું. મળતી માહિતિ અનુસાર કોરોના વાયરસના ઓરિજિનલ વેરિઅન્ટની સાથે બીએ4 અને બીએ5ના સબ વેરિઅન્ટને ટારગેટ કરનારા કોવિડ બૂસ્ટર ડોઝ XBB થી સુરક્ષા આપશે.
- ભારતમાં XBB.1.5ની વાત કરીએ તો દેશના લોકોએ ડરવાની જરૂર નથી કેમકે પરિવારના સબ વેરિઅન્ટ XBBથી સંક્રમિત થઈને લોકો સાજા પણ થઈ ચૂક્યા છે.
- એક રિપોર્ટ અનુસાર XBB-સબ વેરિઅન્ટમાં થનારું મ્યુટેશન કોરોના વેક્સીનની અસરને ઓછી કરે છે, લોકોને સંક્રમિત કરવા સિવાય તે અન્ય ગંભીર બીમારીના ખતરાને વધારી શકે છે.









