• સારા તેંદુલકરની ફેશન સેન્સ પણ છે અલગ
  • સોહા અલી ખાન પણ ટ્રેડિશનલ લૂકમાં ખાસ લાગે છે
  • રાબિયા પણ ફેશન આઈકનનો લૂક આપે છે

સ્ટાઈલ અને ટ્રેન્ડ ફોલો કરવામાં મોટાભાગે બોલિવૂડની સુંદરીઓ સૌથી આગળ રહે છે. તેમની ફેશન જોઈને અનેક લોકો ઈન્સ્પાયપર પણ થાય છે અને ટ્રેન્ડ્સને ફોલો કરે છે. પણ તમને નવાઈ લાગશે કે કેટલાક ભારતીય ક્રિકેટર્સની દીકરીઓ પણ ગ્લેમરના કિસ્સામાં કોઈનાથી ઉતરતી નથી. તેમની ફેશન સેન્સ પણ જબરદસ્ત છે. તો જાણી લો તેમના નામ.


બોલિવૂડ સ્ટાર સોહા અલી ખાનના પિતા મંસૂલ અલી ખાન પટૌડી જાણીતા ક્રિકેટર્સ રહ્યા છે. સોહા અને તેમના ભાઈ સેફ બંને બી ટાઉનના સેલેબ્સ છે. ટ્રેડિશનલ લૂકમાં સોહા સુંદર લાગી રહી છે અને તેમના લહેંગાનું હેવી વર્ક કરવામાં આવ્યું છે.


ભારતના પૂર્વ ક્રિકેટર નવજ્યોત સિંહ સિદ્ધુની દીકરી રાબિયા પણ કોઈ ફેશન આઈકનથી ઓછી નથી. રાબિયા હોટ પિંક કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. તેની મેચિંગ એક્સેસરીઝ લૂકને કમ્પ્લીટ કરી રહી છે.


માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર પણ સ્ટાઈલ સ્ટેટમેન્ટના કિસ્સામાં કોઈનાથી ઉતરતી નથી, લાઈમ યલો કલરના લહેંગામાં સારા તેંદુલકર ખૂબ જ સુંદર લાગી રહી છે. તેઓએ મેચિંગ એક્સેસરીઝ પણ કૅરી કરી છે. જે તેના લૂકને કમ્પ્લીટ કરે છે.  

  • Follow us on: