• વિદેશમાં ફરવા નહી જોઇએ લાખો રૂપિયા
  • માત્ર લાખ રૂપિયામાં ફરી શકશો વિદેશ
  • કેટલાક દેશો કે જ્યાં કુદરતનો છે અખૂટ ખજાનો

હરવા ફરવા માટે, મોજશોખ કરવા માટે તમારી પાસે પૈસા હોવા તો જરૂરી છે. તમે ઓછા પૈસામાં કદાચની ભારતની કેટલીક જગ્યાઓ તોફરી જ શકો છો. પરંતુ વિદેશ જવુ હોય તો શું ? ઓછા પૈસામાં વિદેશમાં ફરવુ હોય તો તે પણ શક્ય છે. કારણ કે એવા ઘણા દેશ છે જે માત્ર એક લાખ રૂપિયામાં જ તમે આસાનીથી ફરી શકો છો. ત્યારે આવો જાણીએ કયા દેશ છે.

ઇન્ડોનેશિયા
ઈન્ડોનેશિયામાં ફરવા માટે ઘણું બધું છે. જેમાં મંદિરોથી લઈને બીચ અને ગુફાઓનો સમાવેશ થાય છે. જો તમારે ઈન્ડોનેશિયા જવું હોય તો નવી દિલ્હી આવવા-જવાનો ખર્ચ અંદાજે 40-70 હજાર રૂપિયા હશે. જ્યારે ઈન્ડોનેશિયામાં રહેવાનું ભાડું 3 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેથી તમે સરળતાથી અહીં જઈ શકો છો અને એક લાખમા તો આરામથી તમે ટ્રિપ એન્જોય કરી શકો છો.

થાઇલેન્ડ
જો તમને દરિયા કિનારો વધારે ગમતો હોય તો થાઈલેન્ડની મુલાકાત લઇ શકો છો. અહીં મુસાફરી કરવી મોંઘી નથી. થાઈલેન્ડ જવા માટે 24-26 હજાર રૂપિયામાં ફ્લાઈટ મળી જશે. આ ઉપરાંત ત્યાં રહેવાનું ભાડું પણ 3,000 રૂપિયાથી શરૂ થાય છે. ભોજનની કિંમત 1100 રૂપિયાથી શરૂ થાય છે. તેથી જો તમારા ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોય તો તમારી થાઈલેન્ડની સફર સરળતાથી પૂર્ણ થઈ શકે છે.

કંબોડિયા
તમે કંબોડિયાના અંગોકવાટ મંદિર વિશે સાંભળ્યું જ હશે. જો તમે આ પ્રાચીન દેશની મુલાકાત લેવા ઈચ્છો છો તો અહીંયા ફરવાનો ખર્ચ 41,500 થી 48,500 રૂપિયાની આસપાસ હશે. અહીં રહેવાનો ખર્ચ 4 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને ખાવાનું પણ 1 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેથી જો તમે આ સુંદર દેશને ફરવા માંગતા હોવ તો માત્ર એક લાખ રૂપિયા કદાચ પૂરતા છે.

લાઓસ
લાઓસ એશિયામાં એક નાનો દેશ છે. જ્યાં પ્રકૃતિના અનેક નજારા જોવા મળશે. આ દેશની મુલાકાત લેવા માટે ભોજન અને રહેઠાણનો ખર્ચ આશરે રૂ. 5 હજારથી શરૂ થશે. આવવા-જવાનું ભાડું લગભગ 40 થી 65 હજાર રૂપિયા હશે.

વિયેતનામ
જો તમે વિયેતનામની મુલાકાત લેવા માંગતા હોવ તો ફ્લાઇટનું ભાડું 25,000 રૂપિયાથી શરૂ થાય છે. ઉપરાંત, અહીં રહેવાની સગવડ રૂ. 2,000 થી શરૂ થશે અને અહીં ખાવાનું પણ ખૂબ સસ્તું છે.

શ્રીલંકા
જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ તો પડોશી દેશ શ્રીલંકા બેસ્ટ દેશ છે. અહીં પ્રકૃતિની સુંદરતા મન મોહી લે તેવી છે. શ્રીલંકાની ફ્લાઈટનું ભાડું 10 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ઉપરાંત રહેવા માટેનો ખર્ચ રૂ. 4 હજારથી શરૂ થાય છે અને ખાવાનો ખર્ચ રૂ. 1 હજારથી થાય છે. તેથી તમે ઓછા પૈસામાં સરળતાથી આ દેશની મુલાકાત લઈ શકો છો.

  • Follow us on: