- જન્માષ્ટમીના પારણામાં પતરાળીનું શાક બનાવી ઘરના લોકોને મજા કરાવો
- આ પતરાળીનું શાક હવે તો માર્કેટમાં તૈયાર મિક્સ કરીને આગળના દિવસે મળે છે
- ખાસ જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે નોમના દિવસે બનાવમાં આવે છે
જન્માષ્ટમીના પારણામાં પતરાળીનું શાક બનાવી ઘરના લોકોને મજા કરાવો. આ પતરાળીનું શાક હવે તો માર્કેટમાં તૈયાર મિક્સ કરીને આગળના દિવસે મળે છે. તો આ વખતે તમે પણ પરતરાળીનું શાક બનાવતા અમારી સાથે શીખો. પતરાળી એ ખાસ જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે નોમના દિવસે બનાવમાં આવે છે આમ તો 32જાત ના શાક અને ભાજી બધી જાતની થોડા કઠોળ પણ મિક્સ કરીને નાખે છે જેથી શાકનો સ્વાદ આવે.
આ શાક બહુજ પૌષ્ટિક શાક છે દરેક વ્યક્તિ એ વર્ષ માં એક વાર તો ખાવું જોઇએ. ખાસ કરીને એ લોકોએ જેમણે લીલા શાકભાજી નથી ભાવતા હોતા તેઓને આ શાક ખાવાની મજા આવે છે.













