• જીરાથી ઘટે છે વજન
  • શરીરથી ટોક્સિક બહાર કાઢે છે
  • સ્કીન માટે પણ કરે છે ફાયદારૂપ

જીરાનું પાણી પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. તે શરીરના ટોક્સિકને બહાર કાઢે છે અને સાથે સ્કીન માટે પણ લાભદાયી છે.

જીરું કેવી રીતે ઘટાડે છે વજન

જીરાના બીજમાં ચરબી ઘટાડવાના તત્વો રહેલા હોય છે. તે ફેટને પીગળાવે છે અને સાથે જ આયુર્વેદમાં પણ જીરાને સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ ગણાવાયું છે. જીરુ પાચનને માટે ફાયદો કરે છે અને શરીરના વિષૈલા પદાર્થોને બહાર કાઢે છે. રોજ જીરાનું સેવન કરવાથી વજન ઘટે છે. અઠવાડિયામાં 3-4 વાર આ પાણી પીવું.

જીરાના પાણીના ફાયદા

  • જીરાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન અને મિનરલ હોય છે.
  • વજન ઘટાડવામાં મદદ કરે છે અને તેનાથી તરબી ઘટે છે.
  • હ્રદય રોગના દર્દીને ફાયદો કરે છે. કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
  • તે ડાયજેશનમાં લાભકારી છે.
  • જીરાનું પાણી પીવાથી ઝાડા ઉલટી, મોર્નિંગ સિકનેસ, ગેસ અને કોન્સ્ટિપેશનમાંથી પણ રાહત મળે છે.
  • જીરાના પાણીથી શરીરમાં એવા એન્ઝાઈમ બને છે જે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ગ્લુકોઝને તોડીને પચવામાં મદદ કરે છે.
  • આ સિવાય તે એસિડિટી અને ગેસમાં પણ રાહત મળે છે.
  • ઊંઘ ન આવે તો પણ જીરાનું પાણી પીવાથી લાભ થાય છે.

આ રીતે બનાવી લો જીરાનું પાણી

રાતે 1 ગ્લાસ પાણી લો અને તેમાં 2 ચમચી જીરું પલાળી લો. સવારે તેને ગેસ પર ઉકાળો, પાણી અડધું થાય ત્યારે તેને પી લો. ફટાફટ ઓગળશે તમારી પેટની ચરબી.


  • Follow us on: