• હર હર મહાદેવ, 7 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા નામથી છે પેકેજ
  • 9 રાત અને 10 દિવસનો લાગશે સમય
  • જાણો કેટલો થશે યાત્રા માટેનો ખર્ચ

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં તે 18 જુલાઈથી શરૂ થશે. આ સમયે ભગવાનના પ્રિય શ્રાવણ મહિનાની હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર તેનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેનાથની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. શિવ પૂજન માટે શિવાલયો, મંદિરો અને જ્યોતિર્લિંગના દર્શનનું ખાસ મહત્ત્વ છે. ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે. તેનું ધાર્મિક મહત્ત્વ પણ વધારે છે. શ્રાવણમાં તમે પણ ભગવાન શિવના અદ્ભૂત અને પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા રાખો છો તો આઈઆરસીટીસી તમારા માટે શાનદાર પેકેજ લાવ્યું છે.

આ ટૂરમાં 7 જ્યોતિર્લિંગના દર્શનનો મળશે અવસર

આઈઆરસીટીસીના જ્યોતિર્લિંગ યાત્રા ટૂર પેકેજમાં એકસાથે 7 જ્યોતિર્લિંગના દર્શનનો અવસર મળશે. આ પેકેજમાં તમે ભીમાશંકર, ગ્રિનેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, ઓમકારેશ્વર, પરલી વૈજનાથ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનો ચાન્સ મેળવી શકશો. શ્રાવણના પવિત્ર મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શનને માટે આ ટૂર પેકેજને બૂક કરી શકાય છે. તો જાણો પેકેજનું નામ, કેટલો થશે ખર્ચ અને ક્યાંથી અને ક્યારે શરૂ થશે યાત્રા.

ટૂર પેકેજનું નામ

IRCTC એ શ્રાવણ સ્પેશિયલ આ ટૂર પેકેજનું નામ હર હર મહાદેવ! સાત જ્યોતિર્લિંગ દર્શન યાત્રા (WZBGI07) રાખ્યું છે. આ પેકેજની મજા તમે ટ્રેનની મુસાફરી સાથે માણી શકશો.


ક્યારથી શરૂ થશે જ્યોતિર્લિંગની યાત્રા

ટૂર પેકેજની શરૂઆત 13 ઓગસ્ટ 2023થી થઈ રહી છે. આ યાત્રા રાજકોટથી શરૂ થશે. સુવિધા અને બજેટના આધારે સ્લીપર, ઈકોનોમી, 3એસી સ્ટેન્ડર્ડ, 3 એસી કમ્ફર્ટમાં ટિકિટનું બુકિંગ કરાવી શકાય છે.

ટૂર પેકેજનો સમય

આઈઆરસીટીસીના આ ટૂર પેકેજમાં મુસાફરી કરવામાં 9 રાત અને 10 દિવસનો સમય લાગશે. આ સાથે રહેવા, ખાવા અને મંદિરો ફરવા માટે તમને પરિવહનની સુવિધા પણ મળશે.

જાણો યાત્રાનો રૂટ

રાજકોટ, સાબરમતી, છાયાપુરી, ગોધરાથી યાત્રા માટે ટ્રેન ઉપડશે. અહીંથી ઉજ્જૈન પહોંચીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર અને મહાકાલ લોકના દર્શન કરી શકાશે. બીજા દિવસે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરીને ખંડવા રેલ્વે સ્ટેશનથી નાસિક જશો. નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન બાદ યાત્રીઓને પૂના લઈ જવાશે. સડક માર્ગની મદદથી ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરી શકાશે. રાતે ઔરંગાબાદ માટે ટ્રેન રવાના થશે. ગ્રીશ્રેશ્વર જ્યોતિર્લિંગ અને અલોરાની ગુફાઓ ફરવાનો મોકો પણ મળશે. આગળની મુસાફરી માટે પર્લીમાં વૈજનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરી શકાશે. મલ્લિકાર્જુન શ્રીશૈલમ પહોંચીને અહીં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનનો અવસર મળશે. આ પછી યાત્રીઓને રાજકોટ માટે રવાના કરી દેવામાં આવશે.

જ્યોતિર્લિંગ યાત્રાનો ખર્ચ

કમ્ફર્ટ 2 એસી (સિંગલ, ડબલ, ટ્રિપલ) 42163 રૂપિયા પ્રતિ વ્યક્તિ ટિકિટનો ખર્ચ છે. ઈકોનોમી સ્લીપર (સિંગલ, ડબલ, ટ્રિપલ) ના બુકિંગને માટે 18925 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવાના રહેશે. બાળકો માટે ભાડું 15893 રૂપિયા છે.

  • Follow us on: