- જોધપુરમાં લગભગ બ્લૂ કલરથી દરેક ઘર પેન્ટ થયેલા જોવા મળે છે
- ઉદયપુરને તેને 'સિટી ઓફ લેક્સ'ની સાથે 'વેનિસ ઓફ ઇન્ડિયા' પણ કહેવાય છે
- ગુજરાતની રાજધાની ગાંધીનગરને ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે
બ્લૂ સિટીના નામથી જાણીતું જોધપુર શહેર પોતાનો 558મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. દેશ અને દુનિયાથી હજારો ટૂરિસ્ટ અહીં રજાઓ વીતાવવા આવે છે. અહીં આપને જણાવી દઇએ કે જોધપુર એકમાત્ર શહેર નથી કે જેને રંગથી ઓળખવામાં આવે છે. આ સિવાય પણ અનેક શહેરો છે જેની ચમક કે ફળોના નામથી તેને ઓળખવામાં આવે છે. તો જાણો આવા અન્ય 6 શહેરોને વિશે જેને તેના રંગના કારણે ઓળખવામાં આવે છે.
જોધપુરને શા માટે કહેવાય છે બ્લૂ સિટી?
- ઇ.સ. 1459માં જોધપુરની શોધ રાવ જોધાએ કરી હતી. તે રાઠૌર સમાજની મુખિયા હતી.
- જોધપુરનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું હતું. આ પહેલાં તે મારવાડના નામે જાણીતી હતી.
- રેગિસ્તાનની વચ્ચે હોવાના કારણે પણ જોધપુરમાં ઘરને ઠંડું રાખવાને માટે બ્લૂ કલરથી પેન્ટ કરવામાં આવતા.
- અહીં લગભગ બ્લૂ કલરથી દરેક ઘર પેન્ટ થયેલા જોવા મળે છે અને તેથી તેને બ્લૂ સિટી કહેવાય છે.
- જોધપુરના બ્રહ્મપુરીમાં હોલિવૂડથી લઇને બોલિવૂડની બજેટ ફિલ્મો શૂટ કરવામાં આવી છે.
- અનેક મોટી કંપનીઓ જાહેરાતોમાં બ્લૂ સિટીના દ્રશ્યો પ્રમુખ રીતે દર્શાવે છે.
- લગભગ 20 વર્ષ પહેલાં હોલિવૂડની મોટા બજેટની ફિલ્મ 'જંગલ બુક'નું શૂટિંગ પણ આખા વિશ્વમાં છાપ છોડી રહ્યું છે.
- બોલિવૂડની 'શુદ્ધ દેશી રોમાંસ' અને અન્ય અનેક ફિલ્મો અહીં શૂટ કરાઇ છે.
પિંક સિટી જયપુર
પિંક સિટી ઓફ ઇન્ડિયા
- રાજસ્થાનની રાજધાની જયપુરને લોકો પિંક સિટી ઓફ ઇન્ડિયાના નામે ઓળખે છે.
- ઇ.સ. 1876માં પ્રિન્સ ઓફ વેલ્સ અને રાણી વિક્ટોરિયા જયપુર આવવાના હતા. તેમના સ્વાગતને માટે જયપુરને ગુલાબી રંગથી રંગવામાં આવ્યું હતું.
- ત્યારબાદ તેને આ શહેર પિંક સિટીથી જાણીતું બન્યું.
- ગુલાબી રંગની પસંદગીનું કારણ મહેમાનોના વેલકમનું પ્રતીક ગણાવાય છે.
વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા
'સિટી ઓફ લેક્સ'ના નામે ઉદયપુરને ઓળખવામાં આવે છે.
- મેવાડ અને મહારાણાની વીરગાથાની વાતો ઉદયપુર છતું કરે છે. તેને વ્હાઇટ સિટી પણ કહેવામાં આવે છે.
- વ્હાઇટ સિટી કહેવાનું કારણ અહીંની ખાસ મારબલની બનતી ઇમારતો છે.
- તેને 'સિટી ઓફ લેક્સ'ની સાથે 'વેનિસ ઓફ ઇન્ડિયા' પણ કહેવામાં આવે છે.
ગોલ્ડન સિટી ઓફ ઇન્ડિયા
ગોલ્ડન સિટી ઓફ ઇન્ડિયા જેસલમેર
- પાકિસ્તાન બોર્ડરની પાસે આવેલું રાજસ્થાન જેસલમેર થાર રેગિસ્તાન સાથે જોડાયેલું છે. અહીં રેતી પર તડકો પડતાં તે સોનાની જેમ ચમકવા લાગે છે.
- અહીં બનેલા મેહરાનગઢના કિલ્લા પર જ્યારે સૂર્યની કિરણો પડે છે ત્યારે તે સોનાની જેમ ચમકે છે. આ માટે તેને સોનારનો કિલ્લો કે ગોલ્ડન ફોર્ટ કહેવાય છે.
-રેગિસ્તાનની વચ્ચે હોવાના કારણે તેને રેગિસ્તાનનું દુર્ગ પણ કહેવામાં આવે છે.
ઓરેન્જ સિટી ઓફ ઇન્ડિયા
નાગપુર મહારાષ્ટ્રની ઉપરાજધાની કહેવાય છે
- નાગપુરમાં નારંગી મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, માટે તેને ઓરેન્જ સિટી પણ કહેવાય છે.
- હાલમાં મહારાષ્ટ્ર સરકારે તેને ઓરેન્જ કલરથી રંગવાનો પ્લાન પણ બનાવ્યો છે.
- મહારાષ્ટ્રની ઉપરાજધાની બનતા પહેલાં નાગપુર સેન્ટ્રલ પ્રોવિન્સની રાજધાની હતી.
ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા
-ગુજરાતની રાજધાની ગાંધીનગરને ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે.
- એવું એટલા માટે કે અહીં ચારેતરફ હરિયાળી છે. સડકની બંને બાજુઓ વૃક્ષો લાગેલા છે.
- ગાંધીનગરની સાથે સાથે ચંડીગઢ, ભોપાલ, જમશેદપુર, થિરુવંથાપુરમ, બેંગ્લોર અને પુનામાં પણ ગ્રીન સિટીના નામથી ઓળખાય છે.