- નિયમિતપણે લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે
- સવારે વહેલા ઊઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી પેટની ચરબી ઘટે છે
- લીંબુમાં રહેલું પોટેશિયમ શરીરને હાઇડ્રેટ રાખે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે
ઉનાળો હોય અને લીંબુના શરબતની કોઈ વાત ન થાય તેવું કેવી રીતે શક્ય છે. આપણામાંથી મોટાભાગના લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. આ પીણું ઉનાળામાં ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે. આ બજારમાં પણ સરળતાથી મળી રહે છે, ઘણા લોકો સોડા વોટર સાથે લીંબુનો રસ પીવાના શોખીન હોય છે.
શું લીંબુ પાણીથી વજન ઘટે છે?
આપણે સાંભળ્યું જ હશે કે નિયમિતપણે લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ આગ્રહ રાખે છે કે સવારે વહેલા ઊઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે, ઘણા લોકો સારા પરિણામ માટે આ તેમાં મધ પણ ઉમેરે છે, પરંતુ શું ખરેખર લીંબુ પાણીથી વજન ઓછું થાય છે?
લીંબુ પાણી પીવાના ફાયદા
લીંબુમાં સાઇટ્રિક એસિડ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી-6, પેક્ટિન અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પાચનમાં સુધારો કરે છે સાથે જ આપણને ફ્રી રેડિકલથી બચાવે છે. લીંબુમાં એન્ટિઓકિસડન્ટ્સ હોય છે, જે હાર્ટના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. લીંબુ પાણી પીવાથી પેટ અને કમરની આસપાસ જામી ગયેલી ચરબી ઓછી થવા લાગે છે એટલે કે તમારું વજન ઝડપથી ઘટે છે.
ભૂખને નિયંત્રિત કરે છે
લીંબુમાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે, તેને પીવાથી તેલયુક્ત ખોરાક ખાવાની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે. તેમાં રહેલા ફ્લેવોનોઈડ્સ મેટાબોલિઝ્મ બુસ્ટ કરે છે અને સાથે જ શરીરને ડિટોક્સિફાય પણ કરે છે. લીંબુમાં રહેલું પોટેશિયમ શરીરને હાઇડ્રેટ રાખે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.
લીંબુનું શરબત કેવી રીતે તૈયાર કરવું?
જો તમે ઈચ્છો છો કે તમારા પેટની ચરબી પર લીંબુની અસર વધુ થાય, તો સૌથી પહેલા એક ગ્લાસ નવશેકું પાણી લો અને તેમાં એક નાનું લીંબુ નીચોવી લો. હવે તેમાં કાળું મીઠું અને જીરું પાવડર મિક્સ કરીને પીવો. જો તમે સવારે ઉઠીને હુંફાળા પાણીમાં એક ચમચી મધ ઉમેરીને પીશો તો વજન ઝડપથી ઘટશે.