આપણે બધા આપણી સ્કિનની કાળજી રાખતા હોઈએ છીએ. અને સ્કિનની કાળજી રાખવા માટે મોંઘા મોંઘા પ્રોડક્ટ પણ વાપરતા હોઈએ છીએ. તેમજ ઘરેલું ઉપચારનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને તેમાં હવે SPFનો સમાવેશ પણ થાય છે.


બહાર તડકામાં નીકળતા સમયે સનસ્ક્રીન લગાવાની સલાહ આપવામાં આવે છે. સૂર્યના UV રેયજ થી બચવી માટે સનસ્ક્રીન લગાવામાં આવે છે. અને સનસ્ક્રીનથી સ્કિન હાઈડ્રેટ રહે છે અને ચમકીલી બને છે. મોટી ઉમરના સાથે નાના બાળકોને પણ સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. આજકાલ માર્કેટમાં બધી જ ક્રીમ મળી રહે છે. પરંતુ શું બાળકોને સનસ્ક્રીન લગાવવી જોઈએ કે નહી. જાણો

બાળકોને સનસ્ક્રીન કેમ લગાવી?

બાળકોને સનસ્ક્રીન લગાવવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે તે તડકામાં વધારે રહેતા હોય. કારણ કે તેમની સ્કિન નાજુક હોય છે. અને સૂર્યમાંથી નીકળતી હાનિકારક અલ્ટ્રવાયલેટ કિરણો તેમની સ્કિનને નુકસાન પહોંચાડે છે. છ મહિનાથી મોટા બાળકોને સનસ્ક્રીન લગાવી જોઈએ. કારણ કે છ મહિનાના બાળકને તડકામાં રાખવું જોઈએ.

જ્યારે પણ બાળકો બહાર રમવા કે ફરવા માટે જાય છે તો તેમની સ્કિન પર SPF જાય છે તો તેમની સ્કિન પર SPF 30 વાળી સનસ્ક્રીન લગાવી જોઈએ. તે UVA અને UVB બંને કિરણોથી રક્ષણ આપે છે. સનસ્ક્રીન લગાવ્યા પહેલા બાળકની સ્કિન પર ચેક કરો તે તેની સ્કિન માટે યોગ્ય છે કે નહિ. સનસ્ક્રીનમાં ઓક્સીબેજોન જેવા કેમિકલ હોય છે એટલા માટે પેચ ટેસ્ટ કરવું જરૂરી છે. મિનરલ બેસ્ડ સનસ્ક્રીન લગાવી જેમાં ઝિંક ઓક્સાઈડ અને ટાઈટેનિયમ ડાઈઓક્સાઈડ હોય, બાળકો માટે સારી હોય છે. સનસ્ક્રીન લગાવ્યાના 15 થી 20 મિનીટ પછી બહાર જવું અને દર બે કલાકે ફરી સનસ્ક્રીન લગાવી.

સનસ્ક્રીન સિવાય બીજા ઘણા ઉપાયો છે

સનસ્ક્રીન સિવાય બાળકોને તડકાથી બચાવવા ટોપી, ચશ્મા અને ફુલ સ્લીવ્સ વાળા કપડા પહેરાવા. શાળાએ જતા સમયે તડકાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.તેમજ બાળકોને વધુ પડતું તડકામાં ના રહેવું જોઈએ તેનાથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. અને સનસ્ક્રીન લગાવી જરૂરી છે નહિતર સ્કિનની સેહત બગડી શકે છે. જો બાળકોને સ્કિન એલર્જી હોય તો સનસ્ક્રીન લગાવ્યા પહેલા તેનું પૈચ ટેસ્ટ કરવું જરૂરી છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.


  • Follow us on: