ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગરમીમાં શરીરને ઠંડક આપવા કેવો પોશાક પહેરવો તેને લઈને હંમેશા લોકો મૂંઝવણમાં રહે છે. યુવાનોને કાળો રંગ વધુ પસંદ હોય છે. પરંતુ ગરમીમાં કાળો રંગનો પોશાક પહેરવાથી વધુ શરીરમાં પરસેવો વળે છે અને તમને વધુ અકળામણનો અનુભવ થાય છે. હા, જો તમે હંમેશા એસીમાં રહેતા હોવ તો તમને કોઈ અસર થશે નહીં. પરંતુ એવા ઘણા લોકો છે જેઓને કામને લઈને આકરી ગરમીમાં પણ બહાર નીકળવું પડે છે. ગરમીથી રાહત મેળવવા માટે મારે શું પહેરવું જોઈએ?
ગરમીમાં પણ આરામદાયક અનુભવ કરવો હોય તો તમારા શરીરને કમ્ફર્ટેબલ રહે તેવા પોશાક પહેરવો જોઈએ. ખાસ કરીને તમારા પોશાકમાં તમે લાઈટ બ્લુ, પિંક અને પીચ જેવા હળવા રંગના કપડાનો સમાવેશ કરો. જો ઉનાળામાં યોગ્ય કપડાં પસંદ ન કરવામાં આવે, તો તે માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ ત્વચાની સમસ્યાઓ અને ગરમીના તણાવનું કારણ પણ બની શકે છે.
આકરી ગરમીમાં તમારે એવા કપડાં પહેરવા જોઈએ જે તમને ઠંડક આપે, આરામદાયક હોય અને શરીરને પરસેવાથી પણ બચાવે.
હળવા રંગો અને પેસ્ટલ શેડ્સ
ઉનાળામાં, સફેદ, બેબી પિંક, મિન્ટ ગ્રીન, સ્કાય બ્લુ જેવા હળવા અને પેસ્ટલ રંગો સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે, તેના કારણે શરીરમાં ઓછી ગરમી પ્રવેશે છે. આછા કલરના પોશાક તમારો લુક આર્કષક કરવા સાથે તમને તાજગીનો અહેસાસ પણ કરાવશે.
ઢીલા અને આરામદાયક કપડાં પસંદ કરો
ઉનાળાની ઋતુમાં ત્વચાને હવા મળવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, લૂઝ-ફિટેડ ટી-શર્ટ, પલાઝો, કુર્તા અથવા ફ્લોવી ડ્રેસ ઉનાળા માટે યોગ્ય છે. આનાથી શરીરને હવા મળે છે અને ત્વચાને શ્વાસ લેવાની તક મળે છે.
ઢીલા ડેનિમ પહેરો
ઉનાળા માટે હળવા ધોવાના ડેનિમ શોર્ટ્સ, સ્કર્ટ્સ અથવા ડેનિમ જમ્પસૂટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તેને ઉનાળામાં સ્ટાઇલ કરી શકો છો. ખાતરી કરો કે ડેનિમ ખૂબ ભારે ન હોય અને ટાઇટ ફિટ ટાળો.
ગરમીમાં ખાસ કરીને ટાઈટ જૂતા અને અસ્તર વાળા પોશાક તેમજ પોલિએસ્ટર, નાયલોન અને રેયોન ટાઈપના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. ઉનાળામાં સ્લીવલેસ કે હાફ-સ્લીવ્ઝ જેવો પોશાક વધુ આરામદાયક લાગે છે. તમે પોશાકની સાથે જૂતામાં બંધ જૂતાને બદલે ખુલ્લા સેન્ડલ અથવા હવાદાર સ્નીકર્સ પહેરો. તેમજ ચહેરાને સંરક્ષણ મળે માટે સનગ્લાસ અને ટોપી અવશ્ય પહેરો.