- 8 માર્ચ શુક્રવારે થશે શિવરાત્રિની ઉજવણી
- બીજો શનિવાર અને રવિવારે રહેશે રજા
- 8-10 માર્ચ સુધી કરો ફરવાનો પ્લાન
આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 8 માર્ચે ઉજવાશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. શિવરાત્રિ શુક્રવારે આવી રહી છે અને ફરનારા લોકો માટે આ રજા ખાસ રહેશે. તો તમે અત્યારથી જ ક્યાં ફરવા જવું તેનો પ્લાન કરી શકો છો.
હરિદ્વાર-ઋષિકેશ
ફરવા માટેના ખાસ સ્થળોમાં આ નામ સામેલ છે. આ જગ્યાએ તમે અનેક મંદિરની મુલાકાત પણ લઈ શકો છો. તેમાંથી એક નીલકંઠ મહાદેવ મંદિર છે જે પૌડી ગઢવાલમાં આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં દેવોના દેવ મહાદેવને સમુદ્ર મંથનથી નીકળેલું વિષ પીવડાવવામાં આવ્યું હતું. આ કારણે ભોલેનાથનો કંઠ ભૂરો થયો. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે.
મહાકાલેશ્વર મંદિર
ભગવાન શિવની ઉપાસના માટે મધ્યપ્રદેશના ઉજ્જૈનનું આ જાણીતું સ્થળ છે. તેને શિવની ધાર્મિક નગરી પણ કહેવામાં આવે છે. અહીં આવેલા આ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગમાં એક છે. મહાશિવરાત્રિના સમયે અહીંનો માહોલ સારો રહે છે. તેનો ભાગ બનવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે.
જયપુરની લો મુલાકાત
આમ તો વીકેન્ડમાં દિલ્હી, જયપુરની ટ્રિપ પણ સારી રહેશે. શોર્ટ ટ્રિપ માટે જયપુર એક બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે જ્યાં ચોખી ઢાણી, હવા મહેલ, આમેરનો કિલ્લો અને અન્ય અનેક ફરવાવલાયક સ્થળો છે. 3 દિવસની રજામાં તમે અહીંનો પ્લાન કરી શકો છો. દિલ્હીના સરાય રોહિલ્લા રેલવે સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેનની સવારી કરી શકાય છે.
દહેરાદૂનમાં મારી આવો આંટો
શોર્ટ ટ્રિપ માટે દહેરાદૂનને પણ ટ્રાવેલ ડેસ્ટિનેશન બનાવી શકો છો. દહેરાદૂનમાં કોટદ્વાર અને મસૂરી જેવા ચર્ચિત ટૂરિસ્ટ સ્પોટ છે. ઠંડીની અસર ઓછી થવાના કારણે હવે દહેરાદૂનની યાત્રા પર જવાનું બેસ્ટ સાબિત થઈ શકે છે.