રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ઉત્તરાયણ પર્વ પર પતંગની ઘાતક દોરીએ વધુ એક નિર્દોષને શિકાર બનાવ્યો છે. જેતપુર શહેરના વ્યસ્ત ગણાતા સરદાર ચોક વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવકના મોઢાના ભાગે પતંગની દોરી ફસાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપુરના નિલેશભાઈ ખત્રી નામના યુવક આજે પોતાના કામ અર્થે બાઈક લઈને સરદાર ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક આકાશમાંથી કપાઈને આવેલી પતંગની ધારદાર દોરી તેમના મોઢાના ભાગે આવી ગઈ હતી. બાઈકની સ્પીડ અને દોરીની ધારને કારણે નિલેશભાઈને મોઢાના ભાગે ગંભીર કાપ પડ્યો હતો અને તેઓ બાઈક પરથી નીચે ફસડાઈ પડ્યા હતા.













