- જેની સવાર સારી તેનો આખો દિવસ સારો
- હેલ્ધી બ્રેકફાસ્ટ મળી જાય તો તમારો દિવસ પણ સુધરી જશે
- તમે મેથીની મદદથી ખાસ બ્રેકફાસ્ટ તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ ઓઈલની મદદથી બનાવી શકો છો
કહેવાય છે ને કે જેની સવાર સારી તેનો આખો દિવસ સારો. તો જો તમને પણ સવારમાં આખા દિવસની એનર્જી મળી રહે તેવો હેલ્ધી બ્રેકફાસ્ટ મળી જાય તો તમારો દિવસ પણ સુધરી જશે. દિવસની સારી શરૂઆત માટે તમે મેથીની મદદથી ખાસ બ્રેકફાસ્ટ તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ ઓઈલની મદદથી બનાવી શકો છો. આજે તમે ટ્રાય કરો મેથી બેસન ઢોકળા બાઈટ્સ. આ નાસ્તો તમે સવારના સમયે ચા કે કોફી સાથે કરી શકો છો. તેનાથી તમને એક અલગ અને સુંદર ટેસ્ટ મળશે અને ઓછા તેલમાં બનેલો હોવાથી તમારી હેલ્થ પણ સારી રહેશે. તો જાણો સિમ્પલ રેસિપિ અને કરો તૈયાર.
મેથી બેસન ઢોકળા બાઈટ્સ
સામગ્રી
1 કપ બેસન
1/2 કપ રવો
2 કપ મેથી
મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું સ્વાદ અનુસાર
1 ટી સ્પૂન લીંબુનો રસ
1/4 ટી સ્પૂન હિંગ
2 ટેબલ સ્પૂન તિરુપતિ તેલ
એક ચપટી ખાવાનો સોડા
1/2 ટી સ્પૂન હળદર
વઘાર માટે
તલ, રાઈના દાણા, લીમડાના પાન
રીત
સૌ પહેલા મેથીને સાફ કરી લો. તેને બારીક સુધારી લો. હવે તેમાં રવો, બેસન, ચિલિ ફ્લેક્સ, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, સોડા અને હળદરને મિક્સ કરો. હવે તેમાં મોણ માટે તિરુપતિ તેલ મિક્સ કરો. આ તમામ ચીજોને મિક્સ કર્યા બાદ તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. હવે તેમાં લીંબુનો રસ, બેકિંગ સોડા મિક્સ કરો. તમામ ચીજોને હાથથી સારી રીતે મિક્સ કરો અને પછી તેના હળવેથી બાઈટ્સ બનાવો. મિશ્રણને તમારી પસંદનો શેપ આપ્યા બાદ તેને સ્ટીમ કરી લો. એટલે કે તમે મૂછિયા બાફો છો તેમ બાફી લો. બાફી લીધા બાદ તેને રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દો. હવે તમારે તેનો વઘાર કરવાનો રહે છે. આ માટે તમે તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ તેલમાં રાઈ, તલ અને લીમડાના પાનનો વઘાર કરો. તેમાં આ તૈયાર બાઈટ્સને સારી રીતે હલાવી લો. તમે હેલ્ધી, ટેસ્ટી અને ઈઝી રીતે બ્રેકફાસ્ટ તૈયાર કરી શકશો. તેનો સ્વાદ પણ ખૂબ જ મસ્ત લાગે છે. બાળકોથી માંડીને પરિવારના તમામ સભ્યો તેને હોંશે હોંશે ખાઈ લે છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ સારી હોવાથી તેના અનેક ફાયદા મળી રહે છે. તો કરી લો તમે પણ આ રેસિપિ ટ્રાય.
Disclaimer : આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે
https://shop.tirupatioils.com/cottonseed-oil.html