• શિલ્પા શેટ્ટીની નેટવર્થ 1 અબજ 48 લાખ રૂપિયાની આસપાસ
  • કેટરીના કેફની નેટવર્થ 1 અબજ 64 લાખ રૂપિયાની
  • પ્રિયંકા ચોપરાની કમાણી 5 અબજ 77 લાખ રૂપિયા

આજે આપણે વાત કરી રહ્યા છીએ બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓની. જેની કમાણી લાખો-કરોડોમાં નહીં પણ અબજોમાં છે. ખાસ વાત એ છે કે નેટવર્થના કિસ્સામાં આ અભિનેત્રીઓએ અનેક એક્ટર્સને પણ પાછળ છોડી દીધા છે. તો જાણો બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કઈ એક્ટ્રેસ કરી રહી છે.

ચાલો શિલ્પા શેટ્ટીથી શરૂઆત કરીએ, જેની નેટવર્થ લગભગ રૂ. 1.48 બિલિયન છે, જ્યારે કેટરીના કૈફ તેનાથી થોડું વધારે કમાય છે. કેટરિનાની પાસે રૂ. 1.64 બિલિયનની સંપત્તિ છે.


બોલિવૂડમાં રિલેશનશિપમાં બહેનો ગણાતી કાજોલ અને રાની મુખર્જીએ ભલે અભિનયની બાબતમાં અલગ-અલગ સ્થાન હાંસલ કર્યાં હોય, પરંતુ કમાણીનાં મામલામાં થોડાં માર્જિનથી પાછળ છે. જ્યાં કાજોલની કુલ સંપત્તિ 1 અબજ 97 લાખ રૂપિયા છે. તે જ સમયે, રાની મુખર્જી 2 અબજ રૂપિયાથી વધુની માલિક છે.

90ના દાયકાની સુપરસ્ટાર અને ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત નૈનેની કુલ સંપત્તિ 2 અબજ 80 લાખ રૂપિયા છે. પરંતુ કમાણીના મામલામાં માધુરી અનુષ્કા શર્માથી પાછળ રહી ગઈ છે. કારણ કે અનુષ્કા પાસે તેમનાથી વધુની સંપત્તિ છે.


હાલમાં બોલિવૂડમાં પોતાના અભિનયથી ધૂમ મચાવી રહેલી દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 3 અબજ 30 લાખ રૂપિયાની નજીક છે. રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પછી પણ દીપિકા સતત ફિલ્મો કરી રહી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન સાથે પઠાણમાં જોવા મળેલી દીપિકાએ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

કપૂર પરિવારની પુત્રી અને પટૌડી પરિવારની પુત્રવધૂ કરીના કપૂર ખાને માત્ર પ્રસિદ્ધિ જ નહીં પરંતુ ફિલ્મોથી પણ અઢળક કમાણી કરી છે. કરીનાની કુલ સંપત્તિ 5 અબજ રૂપિયાની આસપાસ છે. જો કે, લગ્ન બાદ કરીનાએ ફિલ્મોથી લગભગ દૂરી કરી લીધી છે, પરંતુ પસંદગીની ફિલ્મો દ્વારા તે સમયાંતરે ફિલ્મી પડદે દસ્તક આપતી રહે છે.


ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડની સુપરસ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસ લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી થઈ ગઈ છે. તેની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ધનિક અભિનેત્રીઓમાં પણ થાય છે. પ્રિયંકાની કુલ સંપત્તિ 5 અબજ 77 લાખ રૂપિયા છે.

હવે છેલ્લે વાત કરીએ કમાણી મામલે બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીની. ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી છે. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયની પાસે 8 અબજ 24 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચને પણ લગભગ ફિલ્મોથી દૂર રહી છે, પરંતુ આજે પણ તે કમાણી કરવામાં સૌથી આગળ છે.

  • Follow us on: