• ઑગષ્ટમાં આવી રહી છે 4 દિવસની રજા
  • આ રજાઓમાં ફરવા જવાનો બનાવી લો પ્લાન
  • પ્રકૃતિ અને કુદરતી સૌંદર્યને માણવા ઉપડી જાઓ ફરવા
ઑગષ્ટનો મહિનો એટલે તહેવારોનો મહિનો. તહેવારો એટલે રજાઓ મળવાની. ત્યારે આ વખતે આવનારા પબ્લિક હોલિડેનો તમે સદઉપયોગ કરી શકો છો. પરિવાર સાથે એવી જગ્યા પર જઇ આવો કે આખુ વર્ષ યાદ રહે. આગષ્ટમાં આ વખતે લોંગ વીકેન્ડ આવી રહ્યુ છે. જેથી તમે મિનિટ્રિપનું આયોજન કરી શકો છે.

ક્યારે આવે છે રજા ?
  • 15 ઑગષ્ટ સ્વતંત્રતા દિવસની રજા
  • 16-17 ઑગષ્ટે શનિ-રવિવાર
  • 19 ઑગષ્ટે રક્ષાબંધન

હવે તમે ઉપરની આ રજાઓ જુઓ તો તેમાં માત્ર 16 તારીખની જ તમારે ઓફિસમાં રજા લેવી પડે. બાકીના દિવસે તો રજા જ હોવાથી. જેથી તમે 14મી સાંજે જ ટ્રિપ પર નીકળી શકો છો. આ 5 દિવસ તમે કેવી જગ્યા પર જઇ શકો છો. આવો જાણીએ આ પ્લેસ વિશે જ્યાં ફરવાની મજા પડશે.
સ્પીતિ વેલી
સ્પીતિ વેલી એક ખૂબ જ સુંદર સ્થળ છે. સુંદર હોવા ઉપરાંત આ જગ્યા ખૂબ જ શાંતિપૂર્ણ પણ છે. અહીં તમને અનેક નાના-મોટા મઠ જોવા મળશે. આ સ્થળ તેની પ્રાચીન સંસ્કૃતિ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. સ્પીતિ વેલીમાં ટ્રેકિંગની પણ મજા પડી જાય છે.
વેલી ઑફ ફ્લાવર્સ
જુલાઈથી સપ્ટેમ્બર સુધીના મહિનાઓ વેલી ઑફ ફ્લાવર્સની મુલાકાત લેવા માટે યોગ્ય માનવામાં આવે છે. આ સમય દરમિયાન ઘાટીની સુંદરતા એક અલગ જ સ્તર પર હોય છે. આ સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો છે. આ ખીણમાં તમને અનેક પ્રકારના ફૂલો જોવા મળશે.

શિલોંગ
શિલોંગ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. આ વખતે તમે લોન્ગ વીકએન્ડ દરમિયાન શિલોંગ જવાનો પ્લાન બનાવી શકો છો. અહીંનું તાપમાન ઘણું સારું રહે છે અને આ જગ્યા એકદમ શાંત પણ છે. અહીં ફરતી વખતે તમે પ્રકૃતિનો ખૂબ નજીક અનુભવ કરી શકશો. તમને અહીંના સુંદર ધોધ અને તળાવો પણ ખૂબ ગમશે.

ઉદયપુર
જો તમે નજીકમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો તમે રાજસ્થાનના ઉદયપુર શહેરની પણ મુલાકાત લઈ શકો છો. ઉદયપુર શહેર તેના તળાવો અને ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત અહીંનું ભોજન પણ પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેથી જો તમે ખાવાના શોખીન છો અથવા તમને ઇતિહાસની બાબતોમાં રસ છે તો ઉદયપુર તમારા માટે યોગ્ય સ્થળ છે.
ખજ્જિયાર, હિમાચલ પ્રદેશ
તેને ભારતનું નાનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. સુંદર હોવા ઉપરાંત આ જગ્યા ખૂબ જ શાંતિપૂર્ણ પણ છે. તેથી જો તમે તમારો વીકએન્ડ શાંત જગ્યાએ પસાર કરવા માંગતા હોવ તો તમને ખજ્જિયારથી વધુ સારી જગ્યા નહીં મળે. આ સ્થળ શ્રેષ્ઠ રોમેન્ટિક સ્થળોમાંથી એક છે.

  • Follow us on: