નવરાત્રિમાં કંઇક અલગ દેખાવવા માટે આપણે શું નથી કરતા. મેક અપ, ચણિયા ચોળી, નેઇલ તથા હેર સ્ટાઇલ આ બધુ જ એક લુક કમ્પ્લિટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે જો હેર સ્ટાઇલની વાત કરીએ તો, મોટા ભાગે લોકો માથે ઓઢતા હોય છે. તો કોઇ ઓપન હેર રાખે છે અથવા તો અંબોડો બાંધીને કોઇ સરસ બ્રોચ લગાવી દે છે. પરંતુ આ વખતે કેટલીક એવી સ્ટાઇલ છે જે તમે બાંધેલા હેર અને ઓપન હેરમાં પણ રાખી શકો છો. ત્યારે આવો જાણીએ કેવી હેર સ્ટાઇલ છે ટ્રેન્ડમાં
દેખાશો હટકે !
નવરાત્રીમાં મહિલાઓ સૌથી અલગ દેખાવવા વિવિધ આઉટફિટ્સ અને મેકઅપ કરાવે છે ત્યારે આ વર્ષે મહિલાઓ મેકઅપની સાથે અવનવી હેરસ્ટેલ કરાવવાનો પણ ભારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે…જેમાં ક્વિક અને યૂનિક અલગ અલગ હેર સ્ટાઇલ મહિલાઓ કરે છેઆ યુનિક હેર સ્ટાઇલ તમે ઘરે કરી શકો છો. જેના માટે જરૂર પડશે થ્રેડ…બિડ્સ…અને આર્ટીફિશીલ કોઈન્સની. આની મદદથી તમે ઓપન હેર માં ખુબ સળતાથી અલગ જ હેર સ્ટાઇલ કરી શકો છો.
ખૂબ સરળ અને ઝડપી થઇ જશે હેર સ્ટાઇલ
વિવિધ રંગના દોરા વડે તમે માથામાં નાની નાની ચોટલી તથા સાગર ચોટલી વાળી શકો છો. જો તમે ઇચ્છો તો આ પ્રકારની હેર સ્ટાઇલ કરીને વાળ બાંધી પણ શકો છો જેથી ગરબા રમતી વખતે ગરમી ન લાગે. આ પ્રકારની હેર સ્ટાઇલ કરવાથી તમે એલિગન્ટ અને રીચ લુક અપાવશે. આ હેર સ્ટાઇલ વર્કિંગ વુમન અને યુવતીઓ માટે ખુબ સરળ છે…
કેવી રીતે કરશો હેર સ્ટાઇલ
આ હેર સ્ટાઈલ માટે વાળના 2 ભાગ કરીને પાતળી શેર લઈને એમાં રેશમના લાંબી કલરીંગ થ્રેડને જોડીને ગૂંથવામાં આવે છે. એક પછી એક એમ વારા ફરતી વાળની શેર સાથે બન્ને સાઈડ દોરીને ગૂંથવામાં આવે છે, ત્યારબાદ બન્ને દોરીના છેડાને એક સાથે બાંધીને ડેકોરેટિવ ઝુમખા સાથે ગાંઠ બાંધવામાં આવે છે ત્યારબાદ નાની કલરીંગ કોડીઓથી ડેકોરેટ કરવામાં આવે છે આ હેરસ્ટાઇલ ટ્રેડિશનલ લુકની સાથે ખૂબ જ યૂનિક ટ્રેન્ડી અને સરળ છે જેની આ નવરાત્રીમાં ભારે બોલબાલા જોવા મળી રહી છે









