આ વર્ષે નવરાત્રિ 3જી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે, જેના માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. સનાતન ધર્મમાં નવરાત્રિના નવ દિવસ ખૂબ જ વિશેષ છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગા પૃથ્વી પર આવે છે. આવી પરિસ્થિતિમાં લોકો તેમના સ્વાગત માટે વિશાળ પંડાલ સજાવે છે. આ નવરાત્રિમાં દુર્ગા પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે.
નવરાત્રિના નવ દિવસની શરૂઆત ઘટસ્થાપન સાથે થાય છે. આ દિવસે લોકો તેમના ઘરે સાચા દિલથી દેવી દુર્ગાની પૂજા કરે છે. પરિણીત મહિલાઓ આ પૂજામાં ખૂબ જ સુંદર પોશાક પહેરીને અને 16 શણગાર સાથે બેસે છે. તમે પણ નવરાત્રિના દિવસે તમારા ઘરે ઘટસ્થાપન કરી રહ્યા છો અથવા રાસગરબા માટે પત્ની સાથે મેચિંગ આઉટફિટ પહેરવા માગો છો. ચો તમને કેટલાક એક્ટર્સના એથનિક લુક્સ બતાવવા જઈ રહ્યા છીએ જેમાંથી તમે ટિપ્સ લઈ શકો છો.

રિતેશ દેશમુખ
તમે ધોતી સાથે આવા લાઈટ વર્ક વ્હાઈટ કુર્તા પહેરી શકો છો. ધોતી એ એકમાત્ર પરંપરાગત પોશાક છે. તમારે મેચિંગ ધોતી સાથે લાઈટ ગોલ્ડન વર્કવાળા સમાન કુર્તા પણ પહેરવા જોઈએ. ખાસ કરીને જો તમારી પત્નીએ બ્રાઈટ કલરની સાડી પહેરી હોય તો આને જ પસંદ કરો.
કાર્તિક આર્યન
તમે યલો કલરનો કુર્તો પહેરી શકો છો, કારણ કે સનાતન ધર્મમાં પીળા રંગનું ઘણું મહત્વ છે. તમે પત્ની સાથે યલો ચણિયાચોળી અને યલો કુર્તો પહેરીને તમારી સ્ટાઈલિશ સ્ટાઈલ બતાવો.

કરણ વાહી
નવરાત્રિમાં રેડ કલર શુભ માનવામાં આવે છે. આવામાં તમારે લાઈટ કલરનો રેડ કુર્તો પહેરવો જોઈએ. આવા રેડ કુર્તા તમને સ્ટાઈલિશ દેખાવામાં તો મદદ કરશે જ, પરંતુ તેને પહેરીને તમે તમારી પત્ની સાથે પણ મેચિંગ કરી શકો છો.

શોએબ ઈબ્રાહીમ
પત્ની વ્હાઈટ ચણિયાચોળી પહેરે તો તમે ચિકંકારી વર્ક સાથે વ્હાઈટ કુર્તા અને પાયજામા પહેરી કરી શકો છો.

સિદ્ધાર્થ મલ્હોત્રા
તમે સિદ્ધાર્થ મલ્હોત્રાની જેમ ગ્રીન કલરનો કુર્તો કેરી કરી શકો છો. તેની સાથે વ્હાઈટ પાયજામા પહેરીને તમારા લુક પૂર્ણ કરો. જ્યારે તમારી પત્ની ગ્રીન કે રેડ રંગની સાડી પહેરતી હોય ત્યારે તમે આ પહેરી શકો છો.

વરુણ ધવન
જો તમારી પત્ની આ કલરની સાડી પહેરતી હોય ત્યારે તમે લાલ, લીલો કે પીળો આઉટફિટ ન પહેરવા માંગતા હો, તો વરુણ ધવનના આ લુકમાંથી ટિપ્સ લો. આવા લાઈટ કલરના કુર્તા અને ધોતી ડાર્ક કલરની સાડી સાથે સારા લાગશે. તમારે આ સાથે જેકેટ પહેરવાની જરૂર નથી. માત્ર કુર્તો જ પહેરી શકો છો.