વાળ દિવસેને દિવસે બગડતા જાય છે..." - આ ફરિયાદ આજે ઘરે-ઘરે સાંભળવા મળે છે. પ્રદૂષણ અને ગંદકી તો વાળને નુકસાન કરે જ છે, પરંતુ મોંઘા શેમ્પૂ અને કન્ડિશનર વાપરવા છતાં જ્યારે 'સ્પ્લિટ એન્ડ્સ' (બે મોઢાવાળા વાળ) ની સમસ્યા ઓછી ન થાય, ત્યારે સમજવું કે કારણ કંઈક બીજું છે. હેર એક્સપર્ટ કહે છે કે વાળની આ સમસ્યા માટે આપણે સામાન્ય રીતે બાહ્ય કારણો પર ધ્યાન આપીએ છીએ, પરંતુ આપણી આંતરિક તબિયત અને જીવનશૈલી પણ તેના માટે જવાદાર હોઈ શકે છે. વાળ નીચેથી તૂટવા એટલે કે સ્પ્લિટ થવા પાછળ આ કારણો પણ છે તે સમજીએ. જેના બાદ યોગ્ય ઉપચાર કરી વાળને સુંદર અને ચમકદાર બનાવી શકીશું.
સ્પિલ્ટ વાળની સમસ્યાના કારણો
હોર્મોનલ અસંતુલન : શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો વાળના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. થાઇરોઇડ, PCOS અથવા ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે. આના કારણે વાળનું કુદરતી તેલ (સીબમ) ઓછું થઈ જાય છે, પરિણામે વાળ નિર્જીવ બનીને છેડેથી ફાટવા લાગે છે.
પોષક તત્ત્વોની ઉણપ : તમે શું ખાઓ છો તેની અસર તમારા વાળ પર દેખાય છે. જો તમારા આહારમાં નીચેના તત્વોની કમી હશે, તો ગમે તેટલા મોંઘા તેલ કામ નહીં લાગે. બાયોટિન અને પ્રોટીન: વાળના બંધારણ માટે જરૂરી. આયર્ન અને ઝીંક જેવા પોષકતત્વો વાળની મજબૂતી આપે છે. જયારે વિટામિન D નવા વાળના ફોલિકલ્સ બનાવે છે.
ડિહાઇડ્રેશન : પાણીની કમી માત્ર ત્વચાને જ નહીં, પણ વાળને પણ શુષ્ક બનાવે છે. જ્યારે શરીર હાઇડ્રેટેડ નથી હોતું, ત્યારે વાળ બરડ (Brittle) થઈ જાય છે અને સહેજ ખેંચાતા જ તેના છેડા બે ભાગમાં વહેંચાઈ જાય છે.
માનસિક તણાવ : તણાવને કારણે શરીરમાં 'કોર્ટિસોલ' જેવા હોર્મોન્સ વધે છે, જે વાળના વિકાસ ચક્રને અવરોધે છે. વધુ પડતો સ્ટ્રેસ વાળને અકાળે નબળા પાડે છે, જેનાથી તે રુક્ષ અને ફાટેલા દેખાય છે.
ભીના વાળ ઓળવાની ભૂલ : ઘણા લોકો ન્હાયા પછી તરત જ ભીના વાળમાં કાંસકો ફેરવે છે. કયારે પણ ભીના વાળમાં કાંસકો ના ફેરવવો જોઈએ. યાદ રાખો કે વાળ જ્યારે ભીના હોય ત્યારે તે સૌથી વધુ નબળા હોય છે. આ સમયે જોરથી કાંસકો ફેરવવાથી વાળના છેડા પર દબાણ આવે છે અને તે ફાટી જાય છે.
સ્પિલ્ટ સમસ્યામાં વાળના ઉપાય
વાળમાં નીચેથી બે છેડા થવા તેને સ્પિલ્ટ થવાનું કહે છે. આ સમસ્યાના કારણે વાળનો ગ્રોથ યોગ્ય રીતે થતોનથી. આ સમસ્યા દૂર કરવા દર ૩-૪ મહિને વાળને નીચેથી થોડા કપાવવા (ટ્રિમિંગ) જોઈએ. બાહ્ય ફેરફારની જેમ શરીરમાં આંતરિક બદવાલ પણ કરો. દિવસમાં ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી પીવો. લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકો મેવો અને કઠોળનો આહારમાં સમાવેશ કરો. વાળની સમસ્યાને સમજવી એ જ તેના ઉકેલની દિશામાં પહેલું પગલું છે. તમારી જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને તમે તમારા વાળની ખોવાયેલી ચમક પાછી લાવી શકો છો.
આ પણ વાંચો : Skin Flooding Trend: સૌથી લોકપ્રિય બ્યુટી ટ્રેન્ડ, જે તમારી ત્વચાને આપશે કુદરતી ચમક અને હાઇડ્રેશન
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )