ઓગસ્ટ મહિનાના પહેલાં રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. મિત્ર કેવો હોવો જોઇએ એ આપણને વર્ષો જૂના શાસ્ત્રોજ શીખવી જાય છે. હિન્દુ ધર્મમાં પણ પૌરાણિક કથાઓમાં અનેક એવી દોસ્તીના ઉલ્લેખ છે સાચી રીતે મિત્રતાનો અર્થ સાર્થક કરે છે. શ્રીકૃષ્ણ અને સુદામા, અર્જુન અને શ્રીકૃષ્ણ આવાં અનેક મિત્રો કે જેમણે મિત્રતા માટે કઇ જ જોયુ નથી. એટલે કે એ સમયે ભગવાનને પણ મિત્રની જરૂર પડી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા સૌથી મોટું ઉદાહરણ છે.
કૃષ્ણ માટે મિત્રતાનો અર્થ શું છે?
શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણની મિત્રતા વિશે અનેક ઉદાહરણો જોવા મળે છે.જેમકે અર્જુન, ઉદ્ધવ અને સુદામા સાથેની તેમની મિત્રતા. પરંતુ સુદામા સાથેની મિત્રતા ભગવાન માટે અલગ અને અતૂટ રહી હતી. ત્રણેય મિત્રો સાથેના અર્થ અલગતા દર્શાવે છે. ઉદ્ધવ સાથેની મિત્રતા જીવનના દર્શનનું માર્ગ બની.જ્યારે અર્જુન સાથેની મિત્રતા પરથી આખી દુનિયાને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ ગીતા મળેલી જે આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. અને સુદામાની મિત્રતા કોઇજ નાત જાત કે કોઇ જ બંધન વગર મિત્રતા નીભાવવાની વાત શીખવે છે.
સુદામા શ્રીકૃષ્ણની મિત્રતા
સુદામા માટે શ્રીકૃષ્ણે માત્ર મિત્રતાને આધારે સંપન્નતા આપી હતી. ગરીબ સુદામાનું જીવન માત્ર કૃષ્ણના દર્શનથી ઉદ્ધાર પામ્યું હતું. કૃષ્ણ અને સુદામાની મિત્રતા આજે પણ એક અનોખા દ્રષ્ટાંત તરીકે ઓળખાય છે. શાસ્ત્રો પ્રમાણે બાળપણમાં કૃષ્ણે સુદામાને વચન આપ્યું હતું કે, તમે જ્યારે પણ મુશ્કેલીમાં મને યાદ કરશો. હું હંમેશા તમારી પાસે હાજર રહીશ. અને શ્રીકૃષ્ણે પોતાનું વચન સાચું સાબિત કર્યું. એટલે તો સુદામાએ જમાવેલા મુઠ્ઠીભર ચોખાની બદલે શ્રીકૃષ્ણએ તેને ધનિક બનાવી દીધો હતો.
કૃષ્ણ સાથે મિત્રતા કેવી રીતે સ્થાપિત કરી શકાય?
શ્રીકૃષ્ણ સાથે સાચી મિત્રતા માટે ઇમાનદારી ખૂબ જરૂરી છે. જો તમે કૃષ્ણના સાચા મિત્ર બનવા માંગો છો, તો પહેલા તમારા મનમાંથી છળ, કપટ અને દંભનો ત્યાગ કરો.
તમે જે સમસ્યા કે દુઃખ અનુભવો છો, તે બધું કૃષ્ણ સાથે એક મિત્ર તરીકે વહેંચો. પછી તમારા અંતર્મનમાંથી જે ઉકેલ મળે, તેને સ્વીકારી લો. મિત્રતાનો ક્યારેય દુરુપયોગ ન કરો.
