નાની દિવાળી કે કાળી ચૌદશના દિવસે યમરાજાની પૂજા કરવાનુ વિધાન પણ છે. આ દિવસે યમનો દીવો પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, નાની દિવાળીના દિવસે યમરજાનો દીવો પ્રગટાવવાથી અકાળે મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને ઘરમા સુખ-શાંતિ પણ આવે છે. આવો એવામાં જાણીએ નાની દિવાળી પર કેમ પ્રગટાવવામાં આવે છે યમનો દીવો...

અકાળે મૃત્યુ નથી થતુ

નાની દિવાળીની સાંજે પૂજા કર્યા બાદ તમારે યમજા નામનો દીવો પ્રગટાવવો જોઇએ. આ દીવો ઘરની બહાર દક્ષિણ દિશામાં પ્રગટાવવો મહત્વનો છે. દક્ષિણ દિશા યમની દિશા તરીકે ઓળખવામાં આવે છે . જેના કારણે આ દિશામાં તમારે નાની દિવાળી એટલે કે કાળી ચૌદશે તમારે યમનો દીવો પ્રગટાવવો જોઇએ. યમનો દીવો પ્રગટાવ્યા બાદ એ જગ્યા પર ન જાવ. જો તમે દીવો પ્રગટાવ્યા બાદ એ જગ્યા પર બીજી વાર જાવ છો તો ભારે નુકસાન ભોગવવુ પડી શકે છે. એટલે કે ખ્યાલ રાખો કે યમનો દીવો પ્રગટાવ્યા બાદ ન પાછાં ફરીને જોવો ન ત્યાં જાવ.

ઘરની નકારાત્મકતા દૂર કરવા કરાય છે દીવો

આ વાતનુ ધ્યાન રાખો કે યમનો દીવો ચૌમુખી હોવો જોઇએ અને માટીના દીવાનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઘરના દરેક લોકો ભેગા મળીને આ દીવો પ્રગટાવો છો તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. તમે આ દીવાને પહેલા ઘરના દરેક ખૂણામાં લઇ જઇને તેની બાદ ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખો છો તો ઘરની નકારાત્મકતા દૂર થાય છે. યમનો દીવો પ્રગટાવતા સમયે તમારે યમરાજાનુ ધ્યાન કરવુ જોઇે અને તેમની પાસે સુખ સમૃદ્ધિની કામના કરવી જોઇએ. યમનો દીવો જો તમે પ્રગટાવવા ઇચ્છો છો તો દીવાળીના દિવસે ભૂલથી પણ માંસ કે મદિરાનુ સેવન ન કરવુ જોઇએ.