ઘણીવાર પ્રદૂષણ, ખોટી ખાનપાનની આદતો અને ત્વચાની યોગ્ય કાળજી ન રાખવાને કારણે ચહેરા પર ખીલ, ડાઘ અને ફોલ્લીઓના નિશાન રહી જાય છે. મોટાભાગના લોકો આ ડાઘ દૂર કરવા માટે બજારમાં મળતી કેમિકલયુક્ત ક્રીમ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, જે ક્યારેક ત્વચાને ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ આવી જ સમસ્યાથી પરેશાન છો, તો લીમડો અને એલોવેરા જેલનું મિશ્રણ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

કેવી રીતે બનાવવો આ ખાસ ફેસ પેક?

આ ફેસ પેક બનાવવો અત્યંત સરળ અને સસ્તો છે. સૌથી પહેલા તાજા લીમડાના પાન લો અને તેને પાણીથી સારી રીતે ધોઈ લો જેથી તેની પરની ધૂળ દૂર થાય. હવે આ પાનને મિક્સરમાં પીસીને એક મુલાયમ પેસ્ટ બનાવી લો. એક ચોખ્ખા બાઉલમાં આ લીમડાની પેસ્ટ લો અને તેમાં તાજું એલોવેરા જેલ ઉમેરો. આ બંને ઘટકોને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે એકસમાન પેસ્ટ ન બની જાય.

ઉપયોગ કરવાની સાચી રીત

કોઈપણ ફેસ પેક લગાવતા પહેલા ચહેરાને સાદા પાણીથી ધોઈ લેવો જોઈએ. હવે આ તૈયાર કરેલા કેમિકલ-મુક્ત ફેસ પેકને તમારા આખા ચહેરા અને ગરદન પર હળવા હાથે લગાવો. આંખોની આસપાસનો સંવેદનશીલ વિસ્તાર છોડી દેવો. આ પેકને લગભગ 15 મિનિટ સુધી સુકાવા દો. જ્યારે તે કુદરતી રીતે સુકાઈ જાય, ત્યારે ઠંડા અથવા સાદા પાણીથી ચહેરો ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામો માટે અઠવાડિયામાં 1 થી 2 વખત આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

ત્વચા માટે શા માટે છે આ વરદાન?

લીમડો એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે, જે ખીલ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. જ્યારે એલોવેરા જેલ ત્વચાને ઠંડક આપે છે અને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝ કરે છે. આ બંનેનું મિશ્રણ શુષ્ક અને નિર્જીવ ત્વચામાં જીવ પૂરે છે અને નિશાનને ઝાંખા કરવામાં મદદ કરે છે.

ખાસ નોંધ: જો તમારી ત્વચા અત્યંત સંવેદનશીલ હોય, તો આ ફેસ પેક આખા ચહેરા પર લગાવતા પહેલા કાનની પાછળ કે હાથ પર પેચ ટેસ્ટ ચોક્કસ કરવો, જેથી કોઈ પણ પ્રકારની એલર્જીની જાણ થઈ શકે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: