Beetroot Benefits : લોકોમાં બીટના સેવનને લઈને મૂંઝવણ છે. મોટાભાગના લોકો બીટને સલાડ તરીકે ખાવાનું પસંદ કરતા હોય છે. જો કે બીટનો જયુસ પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક હોવાનું બહુ ઓછા લોકો જાણે છે. સ્વાસ્થ્યમાં લાભ લેવા બીટનો કેવી રીતે રીતે ઉપયોગ કરવો તેને લઈને લોકોમાં અલગ-અલગ અભિપ્રાય જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાત ડો. દેસાઈએ જણાવ્યું કે બીટ પોષકતત્ત્વોનો ભંડાર છે.


આ લોકોએ કાચું બીટ ખાવું

સ્વાસ્થ્ય નિષ્ણાતના મતે શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવા બીટના રસનું સેવન કરવું જોઈએ. બીટ કે જેને બીટરૂટ કહેવાય છે તેમાં વિટામિન-સી અને એન્ટિઑકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. એટલે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા નિયમિતપણે એક ગ્લાસ કાચા બીટનો રસ પીવો. કાચા બીટમાં પ્રચૂર માત્રામાં આયર્ન, ફાઇબર, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો સંપૂર્ણ રીતે હાજર હોય છે. એટલે કાચા બીટનું સેવન સ્વાસ્થ્ય માટે લાભ કારક છે. 

આ લોકોએ બાફેલું બીટ ખાવું

કાચું બીટ આયર્નનો સારો સ્ત્રોત મનાય છે. જયારે તેને ઉકાળવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્ત્વો નષ્ટ થઈ જાય છે.  પરંતુ જે લોકોને પેટની સમસ્યા રહેતી હોય તેમણે ઉકાળીને અથવા બાફેલું બીટ ખાવું તેમ સ્વાસ્થ્ય નિષ્ણાતે સલાહ આપી. બીટને ઉકાળવાથી અથવા બાફવાથી તેમાં રહેલ ભારેપણું દૂર થાય છે અને સ્વાદ વધુ મીઠો બને છે. એટલે જેમને ગેસ, અપચો અથવા પેટ સંબંધિત ફરિયાદ રહેતી હોય તેમના માટે બાફેલું બીટ સારો વિકલ્પ છે. 

બીટ ખાવાના ફાયદા

સલાડમાં સૌથી વધુ લોકો બીટ ખાવાનું પસંદ કરે છે. બીટ એક ખૂબ જ પૌષ્ટિક શાકભાજી છે, જેમાં પ્રચૂરમાત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષકતત્ત્વો રહેલા છે. બીટના સેવનથી શરીરની અનેક સમસ્યામાં રાહત મળે છે. બ્લડ પ્રેશર ઓછું કરવા, એનિમિયા દૂર કરવા, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, પાચન જાળવવા અને લીવરને ડિટોક્સ કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. 


Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: