આજના દોડધામભર્યા જીવનમાં ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા સામાન્ય બની ગઈ છે, જે હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ બને છે. નિષ્ણાતોના મતે, યોગ્ય આહાર અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખી શકાય છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ઊંઘ દરમિયાન આપણું શરીર ચયાપચય (metabolism) ની પ્રક્રિયાને વધુ સક્રિય બનાવે છે. આ સમયે અમુક ખાસ હર્બલ ચાનું સેવન કરવાથી શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં અને ધમનીઓને સ્વસ્થ રાખવામાં મોટી મદદ મળે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડતી 4 શ્રેષ્ઠ હર્બલ ચા:
હિબિસ્કસ ટી (Hibiscus Tea): હિબિસ્કસ એટલે કે જાસૂદના ફૂલમાંથી બનતી આ ચા એન્ટીઑકિસડન્ટો, ફ્લેવોનોઇડ્સ અને પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે. તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડીને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બંનેને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તે રક્તવાહિનીઓને આરામ આપે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
