ધનતેરસ, દિવાળી કે લગ્નની સિઝન આવે એટલે સોના અને ચાંદીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જામતી હોય છે. લોકો પોતાની બચતમાંથી કિંમતી ધાતુઓની ખરીદી કરતા હોય છે, પરંતુ ઘણીવાર છેતરપિંડી થવાનું જોખમ પણ રહેલું હોય છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે.
સોનાની શુદ્ધતા આ રીતે ચકાસો
સોનાની શુદ્ધતા ચકાસવા માટે સૌથી પહેલું અને સચોટ પગલું 'હોલમાર્ક' (Hallmark) ચકાસવાનું છે. ભારત સરકારની સંસ્થા BIS દ્વારા અસલી સોના પર હોલમાર્કનો સિક્કો અને કેરેટ (જેમ કે 22K કે 24K) સ્પષ્ટ લખેલા હોય છે. આ ઉપરાંત, તમે ઘરે બેઠા પણ સામાન્ય ટેસ્ટ કરી શકો છો.
ચુંબકથી પણ ચકાસાસે સોનું
ઉદાહરણ તરીકે, અસલી સોનું ખૂબ જ ભારે હોય છે. તમે તેને ચુંબક (Magnet) પાસે લઈ જઈ શકો છો; જો સોનું ચુંબક તરફ આકર્ષાય તો સમજી લેવું કે તે નકલી છે કારણ કે અસલી સોનું ક્યારેય ચુંબકથી ચોંટતું નથી. આ સિવાય, પાણીના ટેસ્ટ દ્વારા પણ ચકાસી શકાય છે; અસલી સોનું પાણીમાં નાખતાની સાથે જ તળિયે બેસી જાય છે જ્યારે નકલી સોનું તરે છે અથવા હલકું સાબિત થાય છે.
ચાંદી માટે બરફનો પ્રયોગ કરો
ચાંદીની ઓળખ માટે પણ બરફનો પ્રયોગ કરી શકાય છે. અસલી ચાંદી પર બરફનો ટુકડો મૂકવાથી તે ખૂબ જ ઝડપથી ઓગળવા લાગે છે, કારણ કે ચાંદી ઉષ્માની ઉત્તમ વાહક છે. તેમજ, ચાંદી પર એસિડ ટેસ્ટ કે હોલમાર્ક માર્કિંગ પણ તેની અસલી હોવાની સાબિતી આપે છે.
પાક્કું બિલ અવશ્ય લો
બજારમાં ખરીદી કરતી વખતે હંમેશા સરકારી માન્યતા પ્રાપ્ત જ્વેલર્સ પાસેથી જ ખરીદી કરવી અને પાક્કું બિલ (GST Bill) અચૂક લેવું, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ઠગાઈથી બચી શકાય. થોડી સાવચેતી રાખીને તમે તમારી મહેનતના સાચા નાણાંનું રોકાણ સુરક્ષિત કરી શકો છો.
આ પણ વાંચોઃ iPhone યુઝર્સ માટે WhatsApp ની મોટી ભેટ,હવે ફોટો નહીં કપાય, એક ક્લિકમાં બનશે ફૂલ-સ્ક્રીન