આપણે સવારે જો જલ્દીમાં હોઈએ તો સવારે જે મળે તે ખાઈ લઈએ છીએ.પરંતુ શું તમને ખબર છે કે સવારનો નાશ્તો ફક્ત પેટ ભરવા માચે

હોતો નથી, પરંતુ આખા દિવસની એનર્જી અને સ્વાસ્થ્યનો આધાર હોય છે. ઘણા ફૂડ એવા હોય છે જે જોવામાં હળવા હોય છે પરંતુ તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
તો જાણો કે સવારના નાશ્તામાં કયા ફૂડ ના ખાવા જોઈએ અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને શું નુકસાન કરે છે?

પૌઆ

પૌઆ હળવો અને લો-બ્રેકફાસ્ટ માનવામાં આવે છે, પરંતુ તેને એકલા ખાવાથી તે અધૂરા નાશ્તામાં ગણાય જાય છે. તેમાં પ્રોટીન, ફાઈબરની કમી વધારે હોય છે. તેમાં કાબ્સનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે તે ખાધા પછી વધારે ભૂખ લાગે છે.

દૂધ સાથે અનાજ

બજારમાં મળતા પૈકેજ્ડ ફૂડ્સમાં સુગરની માત્રા વધારે હોય છે. જેને દૂધમાં મિક્સ કરીને ખાવામાં આવે છે તેને ભલે હેલ્ધી કહેવામાં આવતું હોય તેમાં સૂગર વધારે હોય છે. એટલા માટે સાવરના નાશ્તામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

જ્યૂસ અને ટોસ્ટ

ફળોનો જ્યૂસ અને ટોસ્ટ એક ક્લાસિક કોમ્બિનેશન માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે એક નબળું બ્રેકફાસ્ટ છે. જ્યૂસમાં ફાઈબર હોતું નથી અને ટોસ્ટ એ રિફ્રાઈન્ડ બ્રેડથી બનાવવામાં આવે છે. બંનેનું સાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી.

સેન્ડવીચ

સેન્ડવીચ બનાવવામાં સરળ છે. પરંતુ તે હેલ્થ માટે હાનિકારક છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમાં પ્રોસેસ્ડ બ્રેડ, માયોનીઝ, અને ચીઝ નાખવામાં આવે. આ નાશ્તો તમારા પાચનને ધીનું કરી દે છે અને તેનાથી વજન વધે છે.

ઈનસ્ટન્ટ ઓટ્સ

તેમાં સોડિયમ, સુગર અને પ્રિજર્વેટિવ્સની માત્રા વધારે હોય છે જે તેનું લાંબા સમય સુધી સેવન કરવાથી વજન વધે છે અને બ્લડ પ્રેશર વધવાની શક્યતા રહે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.


  • Follow us on: