સોશિયલ મીડિયા પર 80ના દાયકાના લુકવાળા AI ફોટાની ભરમાર જોવા મળી રહી છે. લોકો AI ટૂલ્સ પર પોતાનો ફોટો અપલોડ કરીને તેને 80ના દાયકાના લુકમાં બદલી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ સમય પોતાના આગવા અંદાજ માટે ખૂબ ખાસ હતો, કારણ કે તે સમયે ફેશનની દુનિયામાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા. 80નો દાયકો માત્ર સંગીત અને ફિલ્મો માટે જ યાદગાર નહોતો, પરંતુ ફેશનની દૃષ્ટિએ પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મી કલાકારો જ નહીં, સામાન્ય લોકો પણ કપડાં સાથે અલગ-અલગ પ્રયોગ કરતા હતા. આકર્ષક રંગો, મોટા આકારનાં કપડાં અને બોલ્ડ એક્સેસરીઝ પહેરવાનો ટ્રેન્ડ હતો. ખાસ વાત એ છે કે આજે પણ લોકો 80ના દાયકાની ફેશનને અનુસરે છે. 

80ના દાયકાની ફેશન કેમ ખાસ હતી?

80ના દાયકાની ફેશનમાં Less is moreને બદલે More is moreની વિચારસરણી જોવા મળતી હતી. કપડામાં ચમકતા રંગો, સ્ટેટમેન્ટ જ્વેલરી, મોટા સનગ્લાસિસ અને સ્પોર્ટી સ્ટાઇલના પેટર્નનો ટ્રેન્ડ હતો. આજે ઓવરસાઇઝ્ડ બ્લેઝર, હાઈ-વેસ્ટ જીન્સ, વિન્ટેજ ડેનિમ અને બોલ્ડ રંગોના રૂપમાં 80ના દાયકાની ફેશન ફરી પાછી આવી રહી છે. ફરક માત્ર એટલો છે કે આજે તેને મોર્ડન કટ અને ઓછી એક્સેસરીઝ સાથે નવા અંદાજમાં સ્ટાઇલ કરવામાં આવે છે.
1980s fashion trends, retro style, Bollywood (1)

80ના દાયકાના 5 આઇકોનિક પહેરવેશ

બેલ-બોટમ અને ફ્લેર્ડ પેન્ટ્સ

70ના દાયકાથી શરૂ થયેલી બેલ-બોટમ ફેશન 80ના દાયકામાં પણ ખૂબ લોકપ્રિય રહી હતી. તેમાં નીચેથી પહોળી પેન્ટને શર્ટ, ટી-શર્ટ અથવા જેકેટ સાથે પહેરવામાં આવતી હતી. યુવાનોમાં આ સ્ટાઇલ ખૂબ લોકપ્રિય બની હતી.

શોલ્ડર પેડવાળા બ્લેઝર અને જેકેટ

આ સ્ટાઇલને 80ના દાયકાની ફેશનમાં પાવર શોલ્ડર્સ પણ કહેવામાં આવતી હતી. આ પ્રકારનાં કપડામાં મોટા શોલ્ડર પેડવાળા બ્લેઝર અને જેકેટ પહેરવામાં આવતાં હતાં. આવા કપડાથી શરીરનો ઉપરનો ભાગ વધુ સ્ટ્રક્ચર્ડ દેખાતો હતો. પાર્ટી અને ઈવેન્ટ્સ જ નહીં, ઓફિસમાં પણ આ સ્ટાઇલ ખૂબ પહેરવામાં આવતી હતી. ફેશનની દુનિયામાં આ સ્ટાઇલનો ઘણો દબદબો રહ્યો હતો.
1980s fashion trends, retro style, Bollywood (2)

હાઈ-વેસ્ટ જીન્સ અને પેન્ટ્સ

આજના સમયમાં GenZ પણ હાઈ-વેસ્ટ ફેશનને ફોલો કરી રહ્યું છે, જ્યારે આ સ્ટાઇલ 80ના દાયકામાં પણ ખૂબ લોકપ્રિય હતી. હાઈ-વેસ્ટ જીન્સ સાથે ઢીલું શર્ટ, ટક-ઇન ટી-શર્ટ અથવા જેકેટ પહેરવામાં આવતું હતું. તેની ખાસિયત એ છે કે તેમાં લુક કેઝ્યુઅલ હોવાની સાથે સ્ટાઇલિશ પણ લાગે છે.
1980s fashion trends, retro style, Bollywood (3)

પોલ્કા ડોટ્સ ફેશન

આ સ્ટાઇલને મોટા ફિલ્મી કલાકારોએ ખૂબ અપનાવી હતી. લોકો માને છે કે આ ફેશનની શરૂઆત 80ના દાયકામાં થઈ હતી, પરંતુ આ પ્રિન્ટ ઘણો જૂનો છે. 1950 અને 60ના દાયકામાં પણ તે ખૂબ લોકપ્રિય હતો. જોકે, 80ના દાયકામાં આ પ્રિન્ટને એક નવો અને ગ્લેમરસ લુક મળ્યો હતો.

ડેનિમ જેકેટ અથવા ડબલ-ડેનિમ લુક

ડેનિમ જેકેટ 80ના દાયકાની સૌથી લોકપ્રિય ફેશન સ્ટાઇલમાં સામેલ હતું. તેને ટી-શર્ટ, જીન્સ અને ક્યારેક માથાથી પગ સુધી ડેનિમ સાથે સ્ટાઇલ કરવામાં આવતું હતું. પેચ, બેજ અને પોતાની પસંદ મુજબ તૈયાર કરેલા ડેનિમે આ લુકને વધુ પર્સનલ ટચ આપ્યો હતો.

આ પણ વાંચો-Famous Cricketer : બોલીવુડ હીરો બનનાર પહેલો ભારતીય ક્રિકેટર! દર્શકોની ફરમાઇશ પર ફટકારતો સિક્સર!