રાધિકા અને અનંત અંબાણી આખા પરિવાર સાથે મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. રાધિકા અંબાણી ખૂબ જ સુંદર દેખાતી હતી. અનંતની શેરવાની પર બધાનું ધ્યાન ખેચ્યું હતું, કારણ કે તેના પેટ ડોગ હેપ્પીને સમર્પિત હતું. અંબાણી પરિવારે મુંબઈમાં ગ્લોબલ પીસ ઓનર્સ 2025 સમારોહમાં શાહી અંદાજમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દિવ્યજ ફાઉન્ડેશન અને અમૃતા ફડણવીસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. અંબાણી વુમન્સ આઈવરીના પોશાકમાં પહોંચી હતી.


અનંત-રાધિકાની શાહી એન્ટ્રી

તેમનો આ લુક સોશિયલ મીડિયા પર હિટ થયો હતો. અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે ઇવેન્ટમાં હાજરી આપી હતી, તેને સુંદર આઈવરી લહેંગા સેટ પહેર્યો હતો.,અનંતે નેવી-બ્લુ કુર્તાનો સેટ પહેર્યો હતો.આ લહેંગા સેટમાં એમ્રોડરી કરેલ બેકલેસ બ્લાઉઝ, ફ્લેર્ડ સ્કર્ટ અને સોનાની એમ્રોડરી કરેલો દુપટ્ટો હતો.

સ્ટેટમેન્ટ જ્વેલરીમાં રાધિકાનો ગ્લેમર્સ લુક

રાધિકા અંબાણી ગુલાબી-જાંબલી હાફ લેન્થના નેકલેસમાં એકદમ સુંદર દેખાતી હતી. તેને મેચિંગ ઇયરિંગ્સ અને બ્રેસલેટ પહેર્યા હતા. તેના માંગ-ટિક્કા અને બિંદી લુકને વધુ આકર્ષક બનાવતી હતી. રાધિકાએ તેના હેરને હાફ-પાર્ટેડ બનમાં કવર કર્યા હતા. તેના ગ્લોઇંગ મેકઅપ, ગ્લોસી પિંક લિપ્સ અને મિનિમલ આઈ મેકઅપથી પરફેક્ટ લુક લાગતો હતો.

અનંતના બ્રોચે ફેન્સને કર્યા ઇમોશનલ

અનંત અંબાણીએ રિફાઇન્ડ નેવી-બ્લુ થ્રી-પીસ શેરવાની પહેરી હતી, તેના સિગ્નેચર મિનિમલ છતાં એલિગન્ટ લુકને જાળવી રાખ્યો હતો. પરંતુ બધાનું ધ્યાન તેની શેરવાની પરના એક્સેસરીઝ હતું, કારણ કે તે અવસાન પામેલા પેટ ડોગ હેપ્પીને સમર્પિત એક ખાસ બ્રોચ પહેર્યો હતો. અનંત અંબાણીના આઉટફિટ પરના બ્રોચે સોશિયલ મીડિયા પર ફેન્સને ઇમોશનલ કર્યા હતા.


  • Follow us on: