દિવસભર ઉર્જાવાન રહેવા યુવાનોમાં પરફયુમ લગાવવાનો ટ્રેન્ડ છે. છોકરાઓ હોય કે પછી છોકરીઓ ફંકશન અને તહેવારમાં મેકઅપની સાથે પરફયુમનો પણ યુઝ કરે છે. પરફયુમ અને ડિઓડરન્ટ લગાવવાથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધને દૂર રાખી શકીએ છીએ. આજે મોટાભાગની ઓફિસમાં સેન્ટ્રલ એસી સિસ્ટમ હોવાથી સામાન્ય દુર્ગંધ પણ લોકોને પરેશાન કરે છે. એટલે ફક્ત યુવાનો જ નહીં ઓફિસ જનારા મોટાભાગના લોકો પણ પરફયુમનો યુઝ કરે છે.


પરફયુમ કયાં લગાવવું લોકોમાં મૂંઝવણ

એવા પણ ઘણા લોકો પણ છે કે જેમને પરફયુમની સુગંધ ગમે છે પરંતુ તેનો પ્રોપર યુઝથી તેઓ અજાણ છે. પરફયુમને લઈને સામાન્ય લોકો એવો જ વિચાર કરે છે કે કપડા પર પરફયુમ છાંટવું પૂરતું છે. અને એટલે તેઓ એક જગ્યાએ વધુ વખત તે સ્પ્રે કરે છે. પરફુયમની સુગંધ વધુ અસરકારક ત્યારે જ બને જ્યારે યોગ્ય પદ્ધતિથી લગાવવામાં આવ્યું હોય. મોંઘા પરફ્યુમ પણ જો ખોટી રીતે લગાવવામાં આવે તો તે લાંબા સમય સુધી ટકી શકતા નથી. પરફયુમ ત્વચા પર લગાવવું કે કપડાં પર તેને લઈને લોકોમાં મૂંઝવણ છે.

પ્રખ્યાત બ્યુટી નિષ્ણાતે આપી ટીપ્સ

પ્રખ્યાત બ્યુટી નિષ્ણાતે પરફયુમને લઈને આ મૂંઝવણ દૂર કરતાં જણાવ્યું કે ફક્ત કપડાં પર પરફ્યુમ છાંટવું પૂરતું નથી. લાંબા સમય સુધી તમારે પરફયુમની સુંગધનો આનંદ લેવો હોય તો ત્વચા પર હોય કે કપડાં પર કયાં પરફયુમનો યુઝ કરવો તે જરૂર જાણવો જોઈએ. તેમણે સૂચન કર્યું કે હંમેશા પરફ્યુમ  ત્વચા પર લગાવવું જોઈએ જેથી તે શરીરના રસાયણશાસ્ત્ર સાથે ભળી જાય. ત્વચા પર પરફ્યુમ લગાવીએ છીએ, ત્યારે તે સુગંધ વધુ લાંબા સમય ચાલે છે. પરફ્યુમ ત્વચા પર કુદરતી અને લાંબા સમય સુધી ટકી રહે છે, તેથી સૌ પ્રથમ તમારે ગરદન, કાંડા અને કાન પાછળ પરફ્યુમ લગાવવું જોઈએ. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય તેમણે કપડાં પર પરફયુમનો હળવો સ્પ્રે કરવો. તમે પરફ્યુમ લગાવો ત્યારે પહેલા તેને તમારી ત્વચા પર લગાવો અને પછી તેને તમારા કપડાં પર પણ હળવા હાથે લગાવો.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: