સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ફક્ત તેમના ચહેરાના જ ફોટો શેર કરતા હોય છે. આવા લોકોનો ચહેરો દેખાવમાં સુંદર હોય છે. પરંતુ તેમના ચહેરાની ડબલ ચીન તેમના મેદસ્વીપણાનું રહસ્ય બતાવી દે છે. કોઈપણ ચહેરો ગમે તેટલો સુંદર હોય પરંતુ ચહેરા ડબલ ફેટ દેખાય તો વ્યક્તિ જરૂર મેદસ્વીપણાના શિકાર છે. ડબલ ચિન એટલે ચહેરાની સબમેન્ટલ સ્પેસ જ્યાં ગરદન અને ચહેરા વચ્ચે વધુ ફેટ જમા થાય છે. આમ, થવાનું કારણ ઉમંર, વધારે પડતું વજન અને પારિવારિક ઇતિહાસ પણ હોઈ શકે છે.
ફેસ યોગા એક્સપર્ટે આપી ટીપ્સ
ફેસ યોગા એક્સપર્ટે ડબલ ચીનની સમસ્યાને લઈને ખાસ ટીપ્સ શેર કરી છે. ફેસ યોગા એક્સપર્ટનું કહેવું છે કે તમે કોઈપણ પ્રકારની મોંઘી દાટ દવાના ખર્ચ વગર સરળતાથી ડબલ ચીનની સમસ્યા દૂર કરી શકો છો. આ માટે તમારે ઘરે ફક્ત 15 મિનિટ આપવી પડશે. તમે કેટલીક ખાસ એકસરસાઈઝ કરી ચહેરાની સુંદરતાની દુશ્મન બનતી ડબલી ચીનની સમસ્યામાંથી રાહત મેળવી શકશો. જો તમે નિયમિત પણે આ કસરત કરશો તો તમારી ઉંમર 10 વર્ષ નાની દેખાશે. તમે વધુ યુવાન દેખાશો.
ડબલ ચીન દૂર કરવાની ખાસ કસરતો
ચહેરાનું ફેટ ઘટાડવા માલિશ એક શ્રેષ્ઠ ઉપચાર છે. માલિશ કરવાથી લસિકા ડ્રેનેજમાં મદદ કરે છે જેથી તમારા ચહેરાની ત્વચા ટાઈટ થશે અને શેપમાં આવશે. તેથી ડબલ ચિનની સમસ્યાથી બચવા માટે દરરોજ તમારા ચહેરાની માલિશ કરો. ચિન લિફ્ટ એક્સરસાઇઝમાં તમે સીધા બેસીને ગરદન ઉપરની તરફ ઉંચી કરી આકાશ તરફ જુઓ. પછી, તમારા હોઠને પાઉટની જેમ બહાર કાઢો અને 5-10 સેકન્ડ સુધી પકડી રાખો. આ સિવાય ફિશ ફેસ એક્સરસાઇઝમાં ગાલને અંદરની તરફ ખેંચીને માછલી જેવો ચહેરો બનાવવાનો છે. આ સ્થિતિને 10 સેકન્ડ સુધી રાખો અને પછી આરામ કરો. તેમજ ગરદન ફેરવવાની કસરતમાં ગરદનને જમણેથી ડાબે અને પછી ડાબેથી જમણે ફેરવો. આ તમામ કસરતો ચહેરાના વધુ પડતો ફેટ દૂર થશે. દરરોજ 15 મિનિટ આ કસરત કરશો ડબલ ચિન અદશ્ય થઈ જશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )