શિયાળાની ફુલગુલાબી ઠંડી પડી રહી છે. અને સાથે સાથે લગ્નસરાની મોસમ પણ છે. આ સિઝનમાં ત્વચામાં સમસ્યા અનેક ગણી વધે છે. ત્યારે લગ્ન અને પાર્ટીઓમાં ચહેરા પર ગ્લો લાવવા બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ માટે વધુ રાહ જોવી પડે છે. ખાસ કરીને વર્કિંગ વુમન માટે વ્યસ્ત સમયના કારણે તમે ફેશિયલ પેક અને બ્લીચ જેવી ટ્રીટમેન્ટ કરાવું મુશ્કેલ બને છે. ત્યારે બ્યુટી પાર્લર ગયા વગર ફક્ત 10 મિનિટમાં આ ફેશિયલ પેકથી ત્વચાને ચમકદાર બનાવી શકો છો.
આ રીતે ઘરે બનાવો ફાસ્ટ ફેશિયલ
ઘરે ફેશિયલ બનાવવા માટે તમારે દહીં, મધ અને , ઓટ્સ અથવા ચણાનો લોટ તેમજ લીંબુનો રસ જેવી સામગ્રીની જરૂર પડશે. ફેશિયલ કરો તે પહેલા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો અને હળવા ફેસવોશથી સારી રીતે સાફ કરો. જે ત્વચામાંથી ગંદકી, મેકઅપ અથવા તેલ દૂર કરે છે અને તેને ફેશિયલ માટે તૈયાર કરે છે. 2 ચમચી ચણાના લોટને થોડા હૂંફાળા પાણી અથવા 1 ટેબલ સ્પૂન દહીં અને 1 ટીસ્પૂન મધ સાથે ભેળવીને ફેશિયલ પેક તૈયાર કરો.













