ઉંમરની અસર સૌ પ્રથમ ચહેરા પર દેખાય છે. ઉંમર વધે છે તેમ-તેમ ચહેરામાં બદલાવ આવવા લાગે છે. ઉંમર વધતા ચહેરા પર કરચલી પડવા લાગે છે. અને કયારેક વધુ પડતું શુષ્કતાપણું અને ત્વચા નિસ્તેજ દેખાય છે. 30 વર્ષની ઉંમરે ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે. જો તમે પણ આ સ્થિતિમાં પસાર થઈ રહ્યો છો તો જરૂર આ લેખ તમને મદદ કરશે. વૃદ્ધત્વના સંકેતો છે ત્વચા પર પડતી કરચલી. આ સમસ્યા દૂર કરવા અને ચહેરાની ચમક પાછી મેળવી શકો છો તેવું પ્રખ્યાત ડાયેટિશને કહ્યું.
સુંદર ત્વચા માટે વિટામિન A જરૂરી
ડાયેટિશને કહ્યું કે ત્વચાની સ્વસ્થતા માટે અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે. તમે મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ કર્યા વગર પણ ચહેરા પરથી વૃદ્ધત્વને દૂર રાખી શકો છો. આ એક અસરકારક અને સરળ રીત જરૂર ટ્રાય કરો. 30 વર્ષ પછી ત્વચાની કાળજી પર ધ્યાન આપવું જોઈએ. ત્વચા માટે વિટામિન એ જરૂરી છે. વિટામિન A ત્વચા સ્વાસ્થ્યને સુધારે છે અને કુદરતી રીતે કોલેજન અને રેટિનોલના ઉત્પાદનને પણ વેગ આપે છે. વિટામિન A એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તે ત્વચાના કોષોનું સમારકામ કરે છે અને નવા કોષોના નિર્માણને પ્રોત્સાહન આપે છે.અને ત્વચાને કુદરતી રીતે ચમક આપે છે.












